Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુડગાંવમાં બાળકની હત્યા મામલે સ્કૂલના બે અધિકારીની ધરપકડ, CEOની પૂછપરછ

- ભારે વિરોધ પ્રદર્શન બાદ જાગેલી સરકારની કાર્યવાહી : સ્કૂલે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો

- ધરપકડની શક્યતાને પગલે સ્કૂલના CEOની હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

હરિયાણાના ગુડગાવમાં આવેલી રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી એક બાળકનો ગળુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે વાલીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શનને પગલે આખરે હરિયાણા સરકારે આરોપીઓ વિરૃદ્ધ કાર્યવાહી કરવી પડી છે.

રિયાન સ્કૂલના  ટોચના બે અધિકારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આચાર્યની અટકાયત કરવામાં આવી છે. જોકે હજુસુધી એ ખ્યાલ નથી આવી શક્યો કે બાળકની હત્યા કોણે કરી છે.

હાલ આ વિવાદીત કેસની તપાસ માટે ૧૪ પોલીસની ટીમ બનાવવામાં આવી છે જ્યારે એસઆઇટી આ મામલે મુંબઇ રિયાન સ્કૂલના સીઇઓ રિયાન પિન્ટો અને ડાયરેક્ટર આલ્બર્ટ પિન્ટોની પૂછપરછ માટે પહોંચી હતી.

ગુડગાવ પોલીસના વડા સંદીપ ખૈરવરે જણાવ્યું હતું કે સ્કૂલના લીગલ હેડ ફ્રેન્ચિસ થોમસ અને એચઆર હેડ જેસસ થોમસની ધરપકડ કરવામાં આવી છે. હાલ આચાર્ય નિર્જા બત્રાની પૂછપરછ ચાલી રહી છે, તેમની અટકાયત કરવામાં આવી છે અને ગમે ત્યારે પૂછપરછ પણ થઇ શકે છે.

દરમિયાન ધરપકડ કરાયેલ સ્કૂલબસ ડ્રાઇવરે દાવો કર્યો હતો કે  મને સ્કૂલ પ્રશાસન અને પોલીસે જુઠા નિવેદનો આપવા માટે દબાણ કર્યું હતું. ચપ્પુ પણ સ્કૂલમાંથી નહીં પણ બસમાંથી લેવામાં આવ્યું હોવાનું મે જે નિવેદન આપ્યું તે પણ જુઠુ છે અને દબાણને કારણે આપ્યું હતું. આ ઉપરાંત પોલીસે મને માર પણ માર્યો હતો.

નોંધનીય છે કે આઠમી સપ્ટેમ્બરે ગુડગાવની આ સ્કૂલના વોશરુમમાંથી બાળકનો ગળુ કપાયેલો મૃતદેહ મળ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે સ્કૂલના બસ ડ્રાઇવર પર શંકા છે. બીજી તરફ આ સમગ્ર મામલે રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલના સીઇઓ રિયાન પિન્ટોની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. તેથી તેણે અત્યારથી જ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી લીધી છે.

બાળકના પિતાની અરજીને પગલે સુપ્રીમની સરકાર, સીબીએસઇને નોટિસ
રિયાન આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં જે બાળકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો તેના પિતાએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ હરિયાણા સરકાર પાસેથી જવાબ માગ્યો છે સાથે સ્કૂલ સીબીએસઇ અંતર્ગત આવતી હોવાથી આ મામલે સીબીએસઇને પણ નોટીસ પાઠવી છે.

અરજીની સુનાવણી વેળાએ કોર્ટે જણાવ્યું હતું કે આ અરજી માત્ર એક સ્કૂલ પુરતી સીમીત નથી પણ દેશભરની શાળાઓમાં બાળકોની સુરક્ષા મુદ્દે ધ્યાન પર લેવામાં આવી છે. આ મામલે તપાસ ક્યાં સુધી પહોંચી અને બાકી સ્કૂલોમાં સુરક્ષાની કામગીરી અંગે જવાબ આપવા સરકારને તેમજ બોર્ડને ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

Post Comments