Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેટની ફલાઇટમાં મુસાફરે 'હેપ્પી બોમ્બ' શબ્દનો ઉપયોગ કરતાં અટકાયતમાં લેવાયો

- કોચિન-મુંબઇ ફલાઇટમાં બોમ્બની અફવા

- ફેસબુક પર ચેટિંગ કરતી વખતે આનંદિત થઇને શબ્દનો ઉપયોગ કરતાં અફવા ફેલાઇ

(પીટીઆઇ) કોચી, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ એરવેઝના એક કર્મચારીએ 'હેપ્પીબોમ્બ' શબ્દ સાંભળતાં એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી, એમ એરપોર્ટના એક અધિકારીએ આજે કહ્યું હતું. થ્રીસુરના ક્વિન્સ વર્ગીસને એક કર્મચારીએ હેપ્પી બોમ્બ બોલતાં સાંભળી લીધો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે સુપરવાઇઝરી જુથને આની જાણ કરતાં  તેમણે સુરક્ષા દળને તેમજ ડોમેસ્ટીક ટર્મિનલને જાણ કરી હતી. એ વ્યક્તિ જેટ એરવેઝના કોચીન-મુંબઇની ફલાઇટમાં બેસવાની હતી.

અંતે વર્ગીશને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યો હતો અને તેના સામાનની સઘન ચેકિંગ કરવામાં આવી હતી. ત્યાર પછી તેને પોલીસને સોંપી ેદવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એણે અધિકારીઓને કહ્યું હતું કે તે પોતાના મિત્ર સાથે ફેસબુક પર ચેટિંગ કરી રહ્યો હતો અને ખૂબ આનંદીત થઇ જતાં એણે અંગ્રેજી શબ્દ 'હેપ્પી બોમ્બ' ઉચ્ચાર્યો હતો. એના સાથીદારને પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

એરપોર્ટના એક પ્રવકતાએ કહ્યું હતું કે આ ઘટના પછી વિમાનની તપાસ માટે તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.આ ફલાઇટ બપોરે ૧૨.૦૫ વાગે ઉડવાની હતી. જેટ એરવેઝના  પ્રવકતાએ કહ્યું હતું કે  ફલાઇટનો સમય બદલી દેવામાં આવ્યો હતો. 'સઘન ચેંકિંગના કારણે ફલાઇટ બે કલાક કરતાં પણ વધુ મોડી પડી હતી. એર લાઇને સંબધિત સત્તાવાળાઓને  વધુ જરૃરી કાર્યવાહી કરવા આ ઘટનાની જાણ કરી દીધી હતી અને અમે તમામ પ્રકારના સહકારની ખાતરી આપી હતી'એમ અધિકારીએ કહ્યું હતું.

Post Comments