Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિકાસ ઘટવાથી વેપાર ખાધ ત્રણ વર્ષની ટોચે: ફુગાવો વધ્યો

- ઓક્ટોબર મહિનામાં પણ આર્થિક મોરચે નિષ્ફળતાનો સિલસિલો યથાવત્

- જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને ૩.૫૯ ટકા, છ માસની ટોચે : નિકાસ ૧.૧૨ ટકા ઘટીને ૨૩ અબજ ડોલર

વેપાર ખાધ ૧૧.૧૩ અબજ ડોલરથી વધીને ૧૪ અબજ ડોલર: સરકાર ત્વરિત પગલાં નહીં ભરે તો નવેમ્બરમાં સ્થિતિ વધુ ખરાબ થશે : એફઆઇઇઓ
જીએસટીને પગલે નિકાસ પર વિપરિત અસર : ડુંગળીના ભાવમાં ૧૨૭.૦૪ ટકા જ્યારે શાકભાજીના ભાવમાં ૩૬.૬૧ ટકાનો વધારો
આયાત ૭.૬ ટકા વધીને ૩૭.૧૧ અબજ ડોલર

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

નોટબંધી અને જીએસટીના અમલ પછી દેશમાં આર્થિક મોરચે નિષ્ફળતાનો સિલસિલો યથાવત છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ આધારિત ફુગાવો વધીને ૩.૫૯ ટકા થયો છે. જે છ માસની સર્વોચ્ચ સપાટી છે. ઓક્ટોબરમાં નિકાસ ૧.૧૨ ટકા ઘટીને ૨૩ અબજ ડોલર થઇ ગઇ છે. જ્યારે આયાત ૭.૬ ટકા વધીને ૩૭.૧૧ અબજ રહી હતી. જેના પગલે વેપાર ખાધ વધીને ૧૪ અબજ ડોલર થઇ છે. જે ત્રણ વર્ષની ઉચ્ચ સપાટી દર્શાવે છે. 

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન(એફઆઇઇઓ)ના જણાવ્યા અનુસાર જીએસટીના અમલના કારણે નિકાસ પર વિપરિત અસર થવાનું નક્કી હતું. તેણે વધુમાં જણાવ્યું છે કે તાત્કાલિક કોઇ પગલાં ભરવામાં નહીં આવે તો નવેમ્બરમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

ડુંગળી અને શાકભાજીના ભાવ રોકેટ ગતિએ વધતા ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૩.૫૯ ટકા થઇ ગયો છે. જે ૬ માસની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨.૬૦ ટકા હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ ફુગાવો ૧.૨૭ ટકા હતો.

આ અગાઉ એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૩.૮૫ ટકા હતો. ઓક્ટોબરમાં શાકભાજીના ભાવમાં ૩૬.૬૧ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં શાકભાજીનો ફુગાવો ૧૫.૪૮ ટકા હતોે. ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં ૧૨૭.૦૪ ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ઇંડા, માંસ અને માછલીના ભાવમાં ૫.૭૬ ટકાનો વધારો જોવા મળ્યો છે.

મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં ૨.૬૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં આ વસ્તુઓનો ફુગાવો ૨.૭૨ ટકા હતો. ઇંધણ અને વીજળી ક્ષેત્રમાં ફુગાવો વધીને ૧૦.૫૨ ટકા થયોે છે જે સપ્ટેમ્બરમાં ૯.૦૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઇંધણના ફુગાવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે દાળ અને કઠોળના ભાવમાં ૩૧.૦૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બટાકાના ભાવમાં પણ ૪૪.૨૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઘંઉના ભાવ ૧.૯૯ ટકા ઘટયા છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્ષ આધારિત રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો ૩.૫૮ ટકા રહ્યો છે. જે સાત મહિનાની સર્વોચ્ચ સપાટી છે.  ઓક્ટોબર મહિનામાં નિકાસ ૧.૧૨ ટકા ઘટીને ૨૩ અબજ ડોલર થઇ ગઇ છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ટેક્સટાઇલ, ફાર્મા, લેધર અને જવેલરી વસ્તુઓની નિકાસ ઘટતા ઓક્ટોબર મહિનાની કુલ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.

જો કે ઓક્ટોબર મહિનામાં આયાત ૭.૬ ટકા વધીને ૩૭.૧૧ અબજ ડોલર થઇ ગઇ છે. વાણિજય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ગયા વર્ષે ઓક્ટોબરમાં નિકાસ ૩૪.૫ અબજ ડોલર હતી. નિકાસ કરતા આયાત વધી જતા ઓક્ટોબરમાં વેપાર ખાધ વધીને ૧૪ અબજ ડોલરે પહોંચી ગઇ છે. ઓક્ટોબર, ૨૦૧૬માં વેપાર ખાધ ૧૧.૧૩ અબજ ડોલર હતી. ઓક્ટોબરમાં સોનાની આયાત ૧૬ ટકા ઘટીને ૨.૯૪ અબજ ડોલર રહી હતી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં નિકાસ ૨૫.૬૭ ટકા વધીને ૨૮.૬૧ અબજ ડોલર રહી હતી.

Post Comments