Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઈસરો ૧૦૦મો ઉપગ્રહ PSLV-C40 લોંચ કરશે

- શ્રીહરિકોટાથી એક સાથે ૩૧ સેટેલાઈટ છોડશે

- ઈસરો ૪૨મા મિશનમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ફિનલેન્ડ જેવા દેશોના ૨૫ નાના-મોટા ઉપગ્રહો અવકા

(પીટીઆઈ) ચેન્નઈ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ઈસરો ૨૦૧૮ના વર્ષનું પ્રથમ મિશન ૧૨મી જાન્યુઆરીએ લોંચ કરશે. ઈસરો પોતાના ૪૨મા મિશનમાં ૧૦૦મો ઉપગ્રહ લોંચ કરશે. તે સાથે જ અમેરિકા-બ્રિટન જેવા દેશોના ૨૫ સેટેલાઈટ પણ અવકાશમાં રવાના કરશે. ભારતીય અવકાશ સંસ્થા ઈસરો દ્વારા ૨૦૧૮ના વર્ષનું પ્રથમ મિશન હાથ ધરવામાં આવ્યું છે. ૧૨મી જાન્યુઆરી દેશમાં યુવાદિવસ તરીકે મનાવાશે બરાબર એ સમયે ઈસરો એક સાથે ૩૧ સેટલાઈટ લોંચ કરશે. એમાં ઈસરોના ૧૦૦મા ઉપગ્રહ PSLV-C40નો પણ સમાવેશ થાય છે.

એક જ મિશનમાં ઈસરો ભારતના PSLV-C40 ઉપરાંત કાર્ટોસેટ-૨ શ્રેણીના ઉપગ્રહો મળીને ૬૧૩ કિલોગ્રામ સહિત કુલ ૧૩૨૩ કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઈટનું લોચિંગ થશે. ૧૨મી જાન્યુઆરીએ સવારે ૯.૨૮ કલાકે લોંચિંગ થશે. ૨૮ કલાક પહેલાં ૧૧મી જાન્યુઆરીએ વહેલી સવારે પાંચ વાગ્યે આ મિશનનું કાઉન્ટ ડાઉન શરૃ થયું હતું. ચૈન્નઈ નજીકના શ્રીહરિકોટાના ઈસરોના લોચિંગ કેન્દ્રએ ૪૪.૪ મીટર લાંબા રોકેટની મદદથી આ લોચિંગ થશે.

ભારત ઉપરાંત ૨૫ વિદેશી ઉપગ્રહો પણ લોંચ કરાશે. જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ફિનલેન્ડ, સાઉથ કોરિયા જેવા દેશોના નાના-મોટા ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં પીએસએલવીનું આ પ્રથમ મિશન છે. અગાઉ ૩૧મી ઓગસ્ટ-૨૦૧૭ના દિવસે હાથ ધરાયેલું એક પીએસએલવી મિશન અસફળ રહ્યું હતું એટલે દુનિયાભરની નજર ઈસરોના આ લોચિંગ ઉપર મંડાઈ છે.

Post Comments