Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગ્ય વાઘણની શોધમાં એક વાઘ છેલ્લા એક વર્ષથી મધ્ય પ્રદેશમાં ૨૫૦ કિમી રખડયો

- એક વર્ષ સુધી વાઘ દેવાસ, ઉજ્જેન, ધાર અને જાબુઆના જંગલોમાં ભટકતો રહ્યો

ભોપાલ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

મધ્ય પ્રદેશના દેવાસ, ઉજેજૈન, ધાર અને જાબુઆના જંગલોમાં યોગ્ય વાઘણની શોધમાં એક નર વાઘ  વર્ષભર ૨૫૦ કિમી સુધી રખડયો હતો.છતાં અત્યાર સુધી વાઘણની શોધ પુરી થઇ નથી અને ફરીથી એણે જંગલોમાં ભ્રમણ શરૃ કર્યું છે પરિણામે વન વિભાગના અધિકારીઓની ચિંતામાં વધારો થયો હતો.

'આશરે ત્રણ વર્ષનો નર વાઘ એક ચોક્કસ માદાને શોધે છે જે તેની સહચારિણી બની શકે, પરંતુ સમસ્યાએ છે કે આ વિસ્તારમાં એના માટે કોઇ જ માદા વાઘણ મળી શકે તેમ નથી'એમ  છેલ્લા એક વર્ષથી આ વાઘ પર નજર રાખી રહેલા વન અધિકારીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પહેલી વાર આ વાઘ  જાન્યુઆરીમાં દેવાસ પાસે નાગદાના ૪૦ ચોરસ કિમીના જંગલમાં જોવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ તેને ઘેનનો ઇન્જેકશન આપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ તેના સુધી પહોંચે તે પહેંલા તે ભાગી ગયો હતો.'તે ચાલાક વાઘ છે અને જાન્યુઆરીની ઘટના પછી તે માનવ વસાહતથી દૂર જ રહે છે'એમ તેમણે કહ્યું હતું. આ વાઘ નાગદા પહાડીથી ઇન્દૌરમાં માંગીલા અને પછી ઉજ્જૈનના બડનગર અને ત્યાંથી ધારમાં બડનેરમાં જવાસિયા ગામ પહોંચ્યો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે આ તમામ વિસ્તારોમાં માનવીય વસાહતો આવેલી હોવાથી વાઘ તેનાથી દૂર દ રહેતો હતો.'તે માહી નદીના કિનારે કિનારે સીધો ચાલે છે'એમ તેમણે કહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર વાઘે આખા વર્ષમાં મોટાભાગનો સમય નાગદાના જંગલોમાં જ પસાર કર્યો હતો. એણે નીલગાય અને સુવરોનો શિકાર કર્યા હતા.

છેલ્લા પંદર દિવસથી એ ફરી રહ્યો છે અને હવે તો માનવીય વસાહતોની નજીક પણ આવી જાય છે. છેલ્લે છેલ્લે એ બુધવારે એણે  પેટલાવાદમાં કાસરબાડીમાં એક ગાયનું મારણ કર્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ગોઠવેલા કેમેરામાં એ કેદ થઇ ગયો હતો.

Post Comments