Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડેરાના આઇટી વડા સહીત વધુ ત્રણની ધરપકડ, ૧૪ લાખ રૃપિયા જપ્ત

- ડેરાના કમ્પ્યુટર સાથે કોઇએ છેડછાડ કરી

- ડેરાના ચેરપર્સન ગુમ હોવાથી પૂછપરછ માટે શોધખોળ કરવામાં આવશે

- ડેરામાંથી ૫૦૦૦ સીસીટીવી કેમેરા મળ્યા, બળાત્કારી બાબાના અનેક રહસ્યો ખુલવાની શક્યતો

ચંડીગઢ, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ડેરા સચા સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને રેપના બે કેસમાં ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જે બાદ હવે રામ રહીમના જેટલા પણ ડેરા છે તેની તપાસ ચાલી રહી છે અને ધરપકડનો સીલસીલો પણ ચાલુ છે. ડેરાના આઇટી વિભાગના હેડ વીનિત કુમારની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાથે ૬૦ જેટલી હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સિરસામાં આવેલા ડેરામાં જેટલા પણ કમ્પ્યુટર છે તેની હાર્ડ ડિસ્ક બદલી નાખવામાં આવી છે. જેને પગલે અગાઉના જે પણ ડેટા કમ્પ્યુટરમાં છે તેને પોલીસના હાથ લાગતા બચાવી શકાય.

આ ઉપરાંત ડેરાની એક એસયુવી કારના ડ્રાઇવર હરમેલસિંહની પણ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડેરાના એક સભ્ય ભાગસિંહની પણ પોલીસે અંબાલામાંથી ધરપકડ કરી છે. તેની પાસેથી ૧૪ લાખ રૃપિયા મળી આવ્યા છે. જેને જપ્ત કરી લેવાયા છે.

બીજી તરફ ડેરાના ચેરપર્સન વીપાસના ઇંસાનની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પંચકુલામાં થયેલી હિંસા સંદર્ભે આ પૂછપરછ કરવામાં આવશે. હાલ તે હિમાચલ પ્રદેશમાં છુપાયેલ હોવાની શક્યતાને પગલે શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ સિરસામાં જે સૌથી મોટો ડેરો આવેલ છે ત્યા ૫૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા દ્વારા જે પણ વીડિયો લેવામાં આવ્યા તેને પોલીસે જપ્ત કરી લીધા છે. તેથી આગામી દિવસોમાં આ કેમેરાના ફૂટેજ પરથી પણ અનેક રહસ્યો ખુલી શકે છે. ગુરમિત રામ રહીમ કેવા કેવા કારનામા કરતો હતો તેની પણ માહિતી મળી શકે છે.

બળાત્કારી રામ રહીમને જેલમાં ૧૫ દિવસમાં કોઇ જ મળવા ન આવ્યું
ગુરમિત રામ રહીને રોહતકની જેલમાં કેદ કરવામાં આવ્યો છે. જેને ૧૫ દિવસ વીતી ગયા છે. એક અહેવાલ અનુસાર આટલા દિવસ વિત્યા છતા આ બળાત્કારી બાબા રામ રહીમને કોઇ જ મળવા જેલમાં નથી આવ્યું. તેને જ્યારે જેલમાં લઇ જવાયો હતો ત્યારે તેની સાથે તેની પુત્રી હનીપ્રીત હતી, જોકે હનીપ્રીત પણ હાલ ગુમ છે. જેેને પગલે એક સમયે હજારો સમર્થકો ધરાવતો આ બાબા હવે એકલો થઇ ગયો છે અને તેને કોઇ જ મળવા નથી આવી રહ્યું. એટલુ જ નહીં તેના પરિવારમાંથી પણ કોઇ જ મળવા નથી આવ્યું. હાલ ગુરમિત રામ રહીમના પરિવારમાં દતક લીધેલી પુત્રી હનીપ્રીત, પુત્ર જસમીત સહીત કુલ ૧૦ લોકો છે જેની યાદી પણ પોલીસને સોપવામાં આવી હતી. જોકે આ લોકોમાંથી પણ કોઇ જ હવે બળાત્કારી બાબા સામે જોવા નથી માગતું તેમ લાગી રહ્યું છે.

Post Comments