Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંતે લાલુ પ્રસાદને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપતાં તેઓ પટણા પહોંચ્યા

- લાલુ પ્રસાદને તબીબી કારણોસર ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં જામીન

(પીટીઆઇ)     રાંચી,તા.૧૬ મે 2018, બુધવાર

ઝારખંડ હાઇકોર્ટે  ઘાસચારાના ત્રણ કેસમાં બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદને તબીબી કારણોસર હંગામી ધોરણે જામીન મંજૂર કરતાં ટ્રાયલ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા.લાલુ પ્રસાદને જે ત્રણ કેસમાં સજા થઇ હતી તે તમામ કેસોમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા, એમ તેમના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું. જજ શિવપાલ સિંહની ખાસ સીબીઆઇ અદાલતે લાલુ પ્રસાદને બે કેસમાં (ચાઇબાસા-દુમકા) જામીન આપ્યા હતા જ્યારે જજ એસ.એસ. પ્રસાદની સીબીઆઇ કોર્ટે ચાઇબાસા કેસમાં જામી આપ્યા હતા.

કુમારે કહ્યું હતું કેજેલમાંથી છુટવા  તેમણે  બોન્ડ પર સહી કરવાની પ્રક્રિયા પુરી કરી હતી અને ત્રણે કેસમાં રૃપિયા પચાસ- પચાસ હજારની શ્યોરિટી પુરી પાડી હતી. તેમને જેલમાંથી છોડવાનો ઓર્ડર જેલ સત્તાવાળાઓને મોકલવામાં આવ્યો હતો ત્યાર પછી જ લાલુ પ્રસાદને જેલમાંથી રજા અપાઇ હતી. તેમણે કહ્યું હતું કે  ત્રણે કેસમાં જે દિવસથી  લાલુ પ્રસાદ જેલમાંથી છુટશે તે દિવસથી ઓર્ડર અમલમાં આવશે.

રાંચીના રહીને લાલુ પ્રસાદની કાનુની પ્રક્રિયા કરી રહેલા લાલુ પ્રસાદના ખાસ ટેકેદાર અને ધારસભ્ય ભોલા યાદવે કહ્યું હતું કે બિરસા મુંડી જેલમાં તમામ વિધિ પુરી કર્યા પછી જ અમે ત્યાંથી પટણા જવા માટે નીકળ્યા હતા. સીબીઆઇની ખાસ અદાલતે સરકારી તિજોરીમાંથી છેતરપીંડી કરી  રૃપિયા ૩૭.૬૨ કરોડ ઉપડવાના કેસમાં લાલુ પ્રસાદ અને અન્ય કેટલાક લોકોને સજા ફટકારી હતી.

Post Comments