Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આસિફાને રસનામાં દફનાવવાનો ગ્રામજનોનો વિરોધ, ગામથી આઠ કિ.મી. દૂર દફનાવાઇ

- કઠુઆ ગેંગ રેપની પીડિતાને મૃત્યુ પછી પણ જમીન ના મળી

- આસિફાને દફનાવવાની તૈયારી કરતાં જ ગ્રામજનોએ જમીનોના દસ્તાવેજો બતાવી માલિકી સાબિત કરી

- કઠુઆ ગેંગ રેપ આરોપી પોલીસકર્મી દીપક ખજુરિયાની મંગેતરે કહ્યું 'ગુનો સાબિત થશે તો લગ્ન નહીં કરું'

કઠુઆ, તા.15 એપ્રિલ 2018, રવિવાર

જમ્મુ કાશ્મીરના કઠુઆ સામૂહિક બળાત્કાર કેસમાં સ્થાનિકોએ બાળકીને દફનાવવાની જગ્યા ના આપતા નવો વિવાદ શરૃ થયો છે. રસના ગામના લોકોએ ગામની કોઇ પણ જમીન પર આસિફાને દફનાવવાની ના પાડી દીધી હતી. એ પછી તેના વણઝારા જાતિના તેના માતાપિતાએ આસિફાને ગામથી આઠ કિલોમીટર દૂર  તેમના અન્ય સગાસંબંધીની જમીન પર દફનાવવાની ફરજ પડી હતી.

જોકે, આસિફાની કબરને હજુ સુધી કોન્ક્રિટથી ચણવામાં આવી નથી. એ જમીનની માલિકી ધરાવતા આસિફાના એક સ્વજને કહ્યું હતું કે, પરંપરા પ્રમાણે અમે કબરને તાત્કાલિક ચણીશું નહીં. આસિફાના માતાપિતા પર્વત પરથી તેમના ઢોરઢાંખર લઇને એક વર્ષ પછી પાછા આવશે ત્યારે આ વિધિ પૂરી થશે. જાન્યુઆરીમાં આસિફાની લાશ મળ્યા પછી તેના પાલક પિતા બાળકીને રસના ગામમાં દફનાવવા માંગતા હતા. કારણ કે, એ જ જમીન પર તેમણે પોતાના ત્રણ બાળકો અને માતાને દફનાવ્યા હતા.

આસિફાના માતાપિતાએ તેને રસનામાં દફનાવવાની તૈયારી કરી ત્યારે સ્થાનિકો ઘટના સ્થળે આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે, આ જમીન મુસ્લિમ બકરવાલ જાતિના લોકોની નથી. આ દરમિયાન કેટલાકે દસ્તાવેજો બતાવીને પણ જમીન પર દાવો કર્યો હતો. ત્યાર પછી આસિફાના માતાપિતાના એક દૂરના સ્વજને બાળકીને દફનાવવા જમીન આપવાની તૈયારી દર્શાવી હતી.

આ દરમિયાન આસિફા બળાત્કાર અને હત્યાકેસનો એક આરોપી પોલીસકર્મી દીપક ખજુરિયાની પરણેતરે કહ્યું છે કે, આ કેસમાં દીપક દોષિત સાબિત થશે તો હું તેની સાથે લગ્ન નહીં કરું. જોકે, હું ભવિષ્યનો નિર્ણય લેતા પહેલાં એકવાર જેલ જઇને તેને મળવાની ઇચ્છા ધરાવું છું. હું તેને અનેક સવાલો કરવા માંગુ છું. હું તેને આંખમાં આંખ નાંખીને પૂછવા માંગુ છું કે, શું તે ખરેખર આ જઘન્ય ગુનો કર્યો છે? મને વિશ્વાસ છે કે, તેઓ જૂઠ્ઠું નહીં બોલે.
 

Post Comments