Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કૂંભ મેળો 'માનવતાની મહેક જાળવી રાખનાર અનન્ય સાંસ્કૃતિક વારસો :' યુનેસ્કો

- અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસીકમાં યોજાતો

- કૂંભ મેળોમાં બોટસ્વાના, કોલંબિયા, વેનેઝુએલા, મોંગોલીયા મોરોક્કો, તુર્કી અને યુએઇથી પણ લોકો આવશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

કૂંભ મેળાને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન 'યુનેસ્કોએ'માનવતાનો અદ્વિતિય વારસો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ કામ કરતી અદ્વિતિય સાંસ્કૃતિક વારસાનું જતન કરતી સંસ્થા 'યુનેસ્કોએ'કૂંભ મેળાને માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો ગણવાન પ્રસ્તાવ, દ.કોરિયાના જેજુમાં મળનારા તેમના ૧૨માં સંમેલનમાં મુકવાની તૈયારી આરંભી છે.

ધાર્મિક યાત્રાળુઓના સૌથી મોટા મેળાવડા તરીકે ઓળખાતા આ મેળાની સાથે અન્ય ધાર્મિક મેળાવડાઓ યોજાતા હોય તેવા બોટસવાના, કોલંબીયા, વેનેઝુએલા, મંગોલીયા, મોરોક્કો, તુર્કિ અને આરબ અમિરાત જેવા દેશોના સમાવેશ થશે. જો કે ભારતીય સંતોનો કૂંભ મેળો એ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાય છે.

આ બાબતને સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્માએ આપણા રાષ્ટ્ર તેમજ ધર્મ માટે ગૌરવપ્રદક્ષણ ગણાવી હતી. આ પ્રકારની યાદીમાં કોઈપણ પ્રસંગને સામેલ કરાય તેનાથી આવા પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવા તેમજ તે યોજતા વર્ગને તેમની આ પ્રવૃત્તિ ચાલુ રાખવા પ્રોત્સાહિત કરતા હોય છે, અને તેમના વારસાને અન્યત્ર ફેલાવવા કે પ્રચાર- પ્રસારમાં પણ ઉપયોગી થતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૂંભમેળો, અલ્હાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસીકમાં યોજાય છે. જેમાં પવિત્ર નદીઓને કિનારે દૈહિક તેમજ આદિભૌતિક માનવ દેહના શુધ્ધિકરણ માટે કેટલીક પરંપરાગત પૂજા અને રીત-રીવાજોનો અમલ કરાતો હોય છે. કૂંભ મેળાને પરંપરાગત વારસાની યાદીમાં સામેલ કરવાની ભલામણ નિષ્ણાંતોની ટીમ કરે છે. જ્યારે સદસ્ય દેશો તેમની ભલામણ કે સૂચન અંગે વિગતે અભ્યાસ કરતા હોય છે.

આ સમિતિએ એ બાબતની પણ નોંધ લીધી છે કે કૂંભ મેળાની પરંપરાની સાથે ગુરૃ-શિષ્ય પરંપરા પણ જળવાઈ રહી છે અને કુંભ મેળામાં એકત્ર થતા સાધુઓ આ પરંપરાને સૂપેરે જાળવી જાણે છે. જેમાં ગુરૃ પોતાના શિષ્યોને પરંપરાગત રિવાજો અને મંત્રોચ્ચારોનું જ્ઞાાન આપે છે. કૂંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો ગુરૃ શિષ્ય પરંપરાની જાળવણી કરતો મેળાવડો છે. જેમાં લાખો લોકો જાતિ, સંપ્રદાય અને પોતાની જાતને પણ ભૂલીને સામેલ થઈ જાય છે. તેમ શર્માએ ટિવટ કર્યું હતું.

Post Comments