Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં માથાદીઠ આવકનો વૃદ્ધિદર છ વર્ષના તળિયે

- ૨૦૧૮માં વ્યક્તિગત આવક વધીને રૃ.૧,૧૨,૮૩૫ થઇ

- આઇએમએફના રેન્કિંગ મુજબ ભારત વ્યક્તિ દીઠ આવકમાં ૨૦૦ દેશની યાદીમાં ૧૨૬મા ક્રમે

નવી દિલ્હી,તા.૧૩ જૂન 2018, બુધવાર

ભારતીયોની સરેરાશ આવકવૃદ્ધિ ૨૦૧૭-૧૮માં પૂરાં થયેલા છ વર્ષમાં સૌથી ઓછા દરે થઈ હતી. તેનું કારણ અર્થતંત્રની અનિશ્ચિતતામાં વૃદ્ધિ અને નીચો ફુગાવો હતો.

ભારતમાં વ્યક્તિ દીઠ આવક અને ભારતીય વ્યક્તિની સરેરાશ કમાણી માર્ચ ૨૦૧૮ના અંતે ૧,૧૨,૮૩૫ રૃપિયા હતી, જે માર્ચ ૨૦૧૭માં ૧,૦૩,૮૭૦ રૃપિયા હતી, એમ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશનના આંકડા જણાવે છે.

સામાન્ય સંદર્ભમાં જોઈએ તો ભારતમાં વ્યક્તિદીઠ આવકવૃદ્ધિ દર આ સમયગાળામાં ૮.૬ ટકા જેટલો નીચો રહ્યો હતો. વ્યક્તિ દીઠ આવકની ગણતરી કરવા ચોખ્ખી રાષ્ટ્રીય આવકને પ્રતિ વ્યક્તિ દીઠ વર્તમાન ભાવે થતી આવકને ભાગવામાં આવે છે. તેમા અર્થતંત્રની વૃદ્ધિની સાથે ફુગાવાનું પણ પ્રતિબિંબ પડે છે.

અઝીમ પ્રેમજી યુનિવસટીના અર્થશાના એસોસિયેટ પ્રોફેસર અર્જુન જયદેવે જમાવ્યું હતું કે ભારતની વ્યક્તિ દીઠ આવક ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં જોવાયેલો ઊંચો વૃદ્ધિદર અમુક અંશે ઊંચા ફુગાવાને પણ આભારી હતી. તે સમયે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ૧૦.૨ ટકા હતો અને તે વર્ષોમાં તે ૯.૫ ટકા જેટલો હતો. તેના લીધે વ્યક્તિ દીઠ આવકમાં પણ ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં વૃદ્ધિ અને ફુગાવો નીચા હતા, તેના લીધે વ્યક્તિ દીઠ આવકમાં થયેલો વધારો પણ સામાન્ય હતો, તેમ જયદેવે ઉમેર્યું હતું.

અમેરિકી ફેડરલ બેંકે વ્યાજદરમાં ૧.૭૫થી બે ટકાનો વધારો કર્યો
વોશિંગ્ટન, તા. ૧૩
અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે આજે બેંચમાર્ક બેન્કિંગ દર વધારાતા ૧.૭૫થી બે ટકા સુધીનો વધારો કર્યો હતો. ચાલુ વર્ષે આ બીજો વ્યાજદર વધારો હતો. અમેરિકામાં ફૂગાવો વધવાની ભીતિને કારણે વ્યાજદર વધાર્યા હતા તેમ નિષ્ણાતોનું માનવું છે.

 વિશ્વ બેન્કે અસમાનતાના પ્રારંભિક અહેવાલમાં નોંધ્યું હતું કે ભારત સહિતના આથક પાવરહાઉસોએ વ્યક્તિ દીઠ ધીમી જીડીપી વૃદ્ધિ નોંધાવી છે તે તાજેતરમાં આવેલા ઉતારચઢાવનું પ્રતિબિંબ પાડે છે. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલા અહેવાલમાં વ્યક્તિ દીઠ આવકમાં ટકાઉ વૃદ્ધિ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી જીવનધોરણના સ્તરને શક્ય તેટલું ઉચકી શકાય. ભારત વ્યક્તિ દીઠ આવકમાં નબળુ રેન્કિંગ ધરાવે છે. આઇએમએફ ૨૦૧૭ના રેન્કિંગ મુજબ ભારત વ્યક્તિ દીઠ આવકમાં કુલ ૨૦૦ દેશોમાંથી ૧૨૬માં દેશમાં આવે છે.

Post Comments