Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ડિયન મુજાહિદીનના કુખ્યાત અને બોૅબ બનાવવામાં નિપુણ આતંકી જુનેદની ધરપકડ

- દિલ્હી પોલીસને મળેલી મોટી સફળતા

- દિલ્હીમાં ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટમાં સામેલ જુનેદના માથે ૧૫ લાખનું ઇનામ હતું

નવી દિલ્હી, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

દિલ્હી પોલીસે બુધવારે ઇન્ડિયન મુજાહિદીન(આઇએમ)ના મોસ્ટ વોન્ટેડ આતંકી આરિઝ ખાન ઉર્ફે જુનેદની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આતંકી જુનેદની ધરપકડને મોટી સફળતા ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જુનેદની નેપાળથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર તેને પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ આતંકી ઘણા સમયથી વોન્ટેડ હતો.

ધરપકડ કરાયેલ જુનેદ દિલ્હીના જામિયા નગરમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા બોંબ વિસ્ફોટમાં  સામેલ હતો. આ વિસ્ફોટ પછી તે છેલ્લા ૧૦ વર્ષથી ફરાર હતો. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ની સાંજે ૬.૩૭ વાગ્યે થયેલા બે વિસ્ફોટમાં લગભગ દસ દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી.

આ વિસ્ફોટ પછી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં જુનેદ અને શહેજાદ ઉર્ફે પપ્પુ નામનો આતંકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. શહેઝાદની ઉત્તર પ્રદેશ પોલીસની એસટીએફએ આઝમગઢથી ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી જુનેદ પર ૧૫ લાખ રૃપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.  પોલીસના જણાવ્યા અનુસાર જુનેદ બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ જ ફરાર હતો. બાટલા હાઉસ ઉપરાંત જુનેદ પાંચ અન્ય કેસમાં પણ વોન્ટેડ હતો.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહાએ એએનઆઇને જણાવ્યું હતું કે જુનેદ બોંબ બનાવવામાં નિષ્ણાત હતો. કાવતરું ઘડવું અને અને પછી તે કાવતરાને પાર પાડવામાં પણ તે નિપુણ હતો.

જુનેદ આતીમ અમીનનો સાથી હતો જે બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસના હાથે માર્યો ગયો હતો. જુનેદ યુપીમાં ૨૦૦૭માં થયેલા બોંબ વિસ્ફોટમાં પણ સામેલ હતો. ઉત્તર પ્રદેશ ઉપરાંત ૨૦૦૮માં જયપુર બોંબ વિસ્ફોટ અને અમદાવાદ વિસ્ફોટમાં પણ તેનું નામ આવ્યું હતું.

૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ દિલ્હીમાં થયેલા બોેંબ વિસ્ફોટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇન્ડિયન મુજાહિદીનનો આતંકી અને યાસીન ભટકલનો સહયોગી જુનેદ અત્યાર સુધી દિલ્હી પોલીસની પહોંચથી બહાર હતો.

Post Comments