Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ન્યાયતંત્રની આબરૃના વિદેશમાં લીરા ઉડયા

- ચાર જજના બંડની બ્લુમબર્ગ, ધ ગાર્ડિયન, ધ વૉશિંગ્ટન પોસ્ટ, બીબીસી, યુએન ન્યૂઝે ગંભીર નોંધ લીધી

- ન્યાયતંત્રમાંથી ભારતીયોનો વિશ્વાસ ડગાવી દેવા માટે સુપ્રીમના ન્યાયધીશોનો વિવાદ કારણભૂત બનશે : વિદેશ

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો તે મુદ્દે દેશના મીડિયામાં અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાથે સાથે વિદેશી મીડિયામાં પણ એ મુદ્દે ભારતની આબરુંના લીરાં ઉડી રહ્યાં છે. વિદેશી મીડિયામાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોના અસંતોષનો મુદ્દો બરાબર ચગ્યો છે. ચાર ન્યાયધીશોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ સામે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી તે પછી ભારતીય મીડિયામાં તો ચર્ચાનો દૌર ચાલ્યો જ છે, પણ વિદેશી મીડિયામાં પણ આ મુદ્દે ભારતની બદનામી થઈ રહી છે.

અમેરિકાના ધ વૉશિંગ્ટન પોસ્ટે આ ઘટનાની નોંધ લઈને કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં આટલો આંતરિક અસંતોષ છે તે ગંભીર બાબત છે. તો બ્રિટનના બીબીસી ન્યૂઝે 'ડેમોક્રેસી ઈઝ ઈન ડેન્જર'ના હેડિંગ સાથે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. અહેવાલમાં કહેવાયું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં પણ આટલી હદે રાજકારણ ચાલતું હશે તે જાણીને દેશવાસીઓને આઘાત લાગ્યો છે.

અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી બ્લૂમબર્ગે તો ઝાટકણી કાઢતા ત્યાં સુધી લખ્યું હતું કે પીએમઓ ઓફિસ, સુપ્રીમ કોર્ટના જવાબદાર લોકોએ આવા ગંભીર મુદ્દે મીડિયાએ સંપર્ક કરવા છતાં જવાબ આપ્યો ન હતો તે ગંભીર બાબત છે. એજન્સનીએ કહ્યું હતું કે જ્યારે ચાર ન્યાયધીશોએ મીડિયા સમક્ષ હાજર થઈને અસંતોષ વ્યક્ત કર્યો હોય ત્યારે મીડિયાને જવાબ આપવામાં ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટના લાગતા વળગતા વિભાગો નિષ્ક્રિય રહે તે યોગ્ય ન કહેવાય. બ્લૂમબર્ગે લખ્યું હતું કે ભારતીય ન્યાયતંત્રનું આ પ્રકરણ આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ લાંબાંગાળે અસર કરશે.

ધ ગાડિયને લખ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલતા તંત્રથી વિશ્વસનીયતા ઉપર સવાલો ખડાં થશે અને એની ભરપાઈ કરતા વર્ષો વીતી જશે. અમેરિકન સમાચાર સંસ્થા યુએસ ન્યૂઝે કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં બન્યો છે તેવો બનાવ ભાગ્યે જ કોઈ દેશમાં બન્યો હશે. ભારતીયોનો ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ડગી જાય તે પહેલાં તાત્કાલિક જરૃરી પગલાં ભરીને લોકશાહીને ધબકતી રાખવી જોઈએ.

ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલતા આંતરિક અસંતોષના મુદ્દે વિદેશી મીડિયામાં દેશની છબીના લીરે લીરાં ઉડયા હતા. ન્યાયતંત્ર લોકોને ન્યાય અપાવવામાં અસરકર્તા એવું સૌથી મહત્વનું પરીબળ હોવાથી તેને સીધો લોકતંત્ર સાથે જોડવામાં આવે છે અને એટલે જ વિદેશી મીડિયમાં આ મુદ્દે ભારતીય સિસ્ટમને દોષ લેવામાં આવી રહ્યો છે.

Post Comments