Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચેન્નાઇમાં 'ભોગી' તહેવારના ધુમાડાના કારણે વિમાન અને ટ્રેન સેવાને અસર

- ૪૦ કરતાં વધુ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ તેમજ કેટલીક મોડી પડી

(પીટીઆઇ) ચેન્નાઇ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

શહેરોમાં 'ભોગી' બાળવાના કારણે ઉઠેલા ધુમાડાની અસર વિમાની અને ટ્રેન સેવાઓ પર પડી હતી. છેક વહેલી સવારથી જ ધુમ્મસ છવાઇ ગયું હતું.દક્ષિણ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે  ઇન્ટર સિટિ અને ઇન્ટર સ્ટેટ રેલવે ટ્રેનો પર સૌથી વધુ અસર પડી હતી. અહીં આવતી દરેક ટ્રેન ૩૦થી ૪૦ મિનિટ મોડી પડી હતી. જયારે અહીંથી રવાના થતી ટ્રેનો ધીમી ચાલતી હતી. પરા વિસ્તારના રેલવે સેવા પણ પ્રભાવિત થઇ હતી. સવારે નવ વાગે હવામાન સામાન્ય  બનતા પહેંલા તમામ ટ્રેનો એક કલાક સુધી મોટી ચાલતી હતી.

ભોગીનો તહેવાર આખા દક્ષિણ ભારતમાં ઉજવાય છે. ખેતરોમાંથી પાક લેવાના પોંગલના તહેવારના એક દિવસ પહેલાં લોકો ઘરોમાંથી જુનો સામાન કીઢીને તેમે બાળી નાંખે છે, પરિણામે આખા શહેરમાં ધુમાડો ફેલાઇ જાય છે. એટલે કે જુનાને કાઢીને નવાનું સ્વાગત કરે છે.  તો આ તરફ એરપોર્ટના અધિકારીઓએ કહ્યું હતું કે  ૪૦ કરતાં વધુ ધરેલુ અને આતંરરાષ્ટ્રીય સેવાઓ રદ કરવી પડી હતી તો કેટલીક મોડી પડી હતી.શારજાહ અને દોહા જતી બે ફલાઇટને રદ કરવામાં આવી હતી અને મુસાફરોને હોટલોમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી.

અહીં આવતી અને અહીંથી ઉપડતી ૪૨ સેવાઓ ત્રણ થી ચાર કલાક મોડી પડી હતી. અગાઉ ચેન્નાઇ આવતી ૧૮ ફલાઇટસને બેંગલુરૃ અને હૈદરાબાદ તરફ વાળવામાં આવી હતી. આ ફલાઇટ કુવૈત, શારજાહ અને દિલ્હીથી આવી હતી.  દરમિયાન મોટર કાર વાળાઓ તેમની હેડલાઇટ ચાલુ રાખીને રસ્તા પર તેમના વાહનો ચલાવતા દેખાયા હતા. સવારે આઠ વાગ્યા પછી સૂર્ય દેખાતા વિઝિબિલીટીમાં વધારો થયો હતો. ભોગી  પહેલાં સરકાર નિયમીત રીતે કેટલીક ચેતવણી આપે છે કે જેથી શહેરમાં ધુમાડો ના થાય અને લોકો સારી રીતે ભોગીની ઉજવણી કરે.

Post Comments