Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહારા ડાયરી કેસમાં એસઆઇટી દ્વારા તપાસની માગ સુપ્રીમે ફગાવી

- વડા પ્રધાન મોદી પર ભ્રષ્ટાચારના આરોપોના કેસમાં નવો વળાંક

- ડાયરી જેવા સામાન્ય પુરાવાના આધારે વડા પ્રધાન સામે તપાસના આદેશ ન આપી શકાય: સુપ્રીમ

નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 017
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરૃદ્ધ ભ્રષ્ટચારના આરોપો થઇ રહ્યા છે તે સહારા ડાયરી કેસમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ કેસમાં એસઆઇટી દ્વારા તપાસના આદેશ આપવામાં નહીં આવે. કોર્ટે જણાવ્યું હતું કે હાલ જે પ્રકારના પુરાવા આ કેસમાં કોર્ટ સમક્ષ રજુ થયા છે તેના આધારે આ કેસની તપાસના આદેશ ન આપી શકાય. પોતાના આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં પુુરાવા તરીકે માત્ર કેટલાક કાગળો અને ડાયરી જ છે કે જેમાં કેટલાક રાજનેતાઓ વિરૃદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે.

કોર્ટે જણાવ્યું હતું કે જે પુરાવા રજુ કરાયા છે તે પુરતા નથી. જેથી આવા કાચા પુરાવાના આધારે બંધારણીય હોદા પર બેઠેલા વ્યક્તિની વિરૃદ્ધ તપાસના આદેશ ન આપી શકાય. બીજી તરફ આ અરજીનો વિરોધ કરતી વેળાએ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે ડાયરીમાં લખવામાં આવેલી વિગતો કોઇ પુરાવા તરીકે ન માન્ય રાખી શકાય. વળી ડાયરીમાં જે દાવા થઇ રહ્યા છે તેને સાચા ઠેરવવા માટે પણ પુરાવા હોવા અનિવાર્ય છે.

નોંધનીય છે કે આઇટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હતા, જેને આધારે આદિત્ય બિરલા અને સહારા સમૂહની કંપનીઓ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેટલાક રાજનેતાઓને લાંચ આપવાનો આરોપ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓએ આ લાંચ લીધી હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવતો રહ્યો છે. જોકે હવે આ કેસમાં આગળ તપાસ કરવાની કોઇ જ જરૃર ન હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

Post Comments