Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૦૫ના 'કેશ ફોર ક્વેરી' કૌભાંડમાં ૧૧ પૂર્વ સાંસદો સામે આરોપો ઘડાયા

- ૧૨ જાન્યુઆરીથી સુનાવણી શરૃ થશે

- ૧૧ પૂર્વ સાંસદોમાં ભાજપના ૬, બસપાના ૩, કોંગ્રેસ અને રાજદનો એક-એક સાંસદ

આ સાંસદો સંસદમાં પ્રશ્ર પૂછવા માટે નાણાંની માંગણી કરતા પકડાઇ ગયા હતા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

૨૦૦૫ના 'કેશ ફોર ક્વેરી ૫ કૌભાંડમાં ૧૧ પૂર્વ સાંસદો સામે કોર્ટે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો ઘડયા છે. વિશેષ જજ કિરન બંસલે ૧૧ પૂર્વ સાંસદો સામે સુનાવણી શરૃ કરવાનો આદેશ આપ્યો છે. આ સુનાવણી ૧૨ જાન્યુઆરીથી શરૃ થશે.

આ કેસમાં ભાજપના ૬ સાંસદો, રાજદનો એક, કોંગ્રેસનો એક, બસપાના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે. ૧૨ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ એક ખાનગી ન્યૂઝ ચેનલે આ સાંસદો સામે સ્ટિંગ ઓપરેશન શરૃ કર્યુ હતું.

આ સ્ટિંગ ઓપરેશનમાં આ સાંસદો સંસદમાં પ્રશ્ર પૂછવા માટે નાણાંની માગણી કરતા ઝડપાઇ ગયા હતાં. કોર્ટે આઇપીસી અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વિવિધ જોગવાઇઓ હેઠળ પૂર્વ સાંસદો સામે આરોપો ઘડયા છે.

કોર્ટે ૧૦ ઓગસ્ટે જ આરોપો ઘડવાના આદેશ આપ્યા હતાં પણ આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા આરોપો ઘડી શકાયા ન હતાં. ૨૦૦૯માં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં સાંસદોની સાથે બે પત્રકારોની સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Post Comments