Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીબીઆઇએ મેહુલ ચોક્સી અને ગિતાંજલિ ગુ્રપ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

- પીએનબી કૌભાંડમાં ત્રણ દિવસમાં બીજી ચાર્જશીટ

- ચોક્સી, ગિતાંજલી ગુ્રપ અને અન્ય ૧૬ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડીનો આરોપ : પીએનબીના ગોકુલનાથ શેટ્ટી પર એલઓેયુ ઇશ્યુ કરવાના બદલામાં ૧ કરોડ લેવાનો આરોપ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૬ મે 2018, બુધવાર

બે અબજ ડોલરના પીએનબી કૌભાંડમાં સીબીઆઇએ મેહુલ ચોક્સી અને તેમની માલિકીની કંપનીઓ સહિત અન્ય ૧૭ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ મુંબઇમાં સીબીઆઇની વિશેષ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં ચોક્સી, ગિતાંજલી ગુ્રપની કંપનીઓ અને અન્ય ૧૬ વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૪ મેના રોજ નિરવ મોદી વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટ કરતા આ ચાર્જશીટ અલગ છે. ટૂંક સમયમાં મોદી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે.
પીએનબીએ ૧૩ ફેબુ્રઆરીએ દાખલ કરેલી ફરિયાદને આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
સીબીઆઇ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે પીએનબીના ગોકુલનાથ શેટ્ટીને એલઓયુ ઇશ્યુ કરવા માટે મેહુલ ચોક્સીની કંપનીઓ તરફથી ૧ કરોડ રૃપિયા રૃપિયા આપવામાં આાવ્યા હતાં.
ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પીએનબીના આરોપી અધિકારીઓએ અન્ય કેટલાક લોકો સાથે મળીને ભારતીય બેંકોની વિદેશી શાખાઓને ગેરકાયદેસર એલઓયુ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ જારી કર્યા હતાં.
આ એલઓયુની મદદથી આરોપી કંપનીઓએ ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી કરોડો રૃપિયાની છેતરપિંડી આચરી હતી.

Post Comments