Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમનો વિવાદ ઉકેલવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સાત સભ્યની સમિતિ રચી

- આજે સીજેઆઈ મિશ્રાની ચાર જજ સાથે બેઠક યોજાવાની શક્યતા

- કોઈ પણ કેસ સીજેઆઈની બેન્ચ અથવા કોલાજિયમના સભ્ય હોય એવા જજોને જ ટ્રાન્સફર કરવાની પણ સલાહ

સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને ખરડો પસાર કરી સુપ્રીમની ફૂલ બેન્ચને નિર્ણય લેવા અપીલ કરી
નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

સુપ્રીમ કોર્ટમાં સર્જાયેલા સંકટ પછી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સાત સભ્યની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. શનિવારે મોડી સાંજે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિ તમામ જજને મળીને વિવિધ મતભેદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, આ સમિતિમાં પાંચ મુખ્ય જજનો સમાવેશ કર્યો નથી. આ મુશ્કેલીનો ઉકેલ લાવવાનો અમે નિર્ણય લઈ લીધો છે.

અમે માનીએ છીએ કે, આ પ્રકારના મતભેદોની જાહેરમાં ચર્ચા નહીં થવી જોઈએ. આ ઉપરાંત અમે રાજકારણીઓને આ મામલામાં રાજકારણથી બચવાની પણ સલાહ આપીએ છીએ. આ મામલે કેન્દ્ર સરકારે કોઈ દખલગીરી નહીં કરવાની જાહેરાત કરી તેની પણ અમે સરાહના કરીએ છીએ.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને આજે એક ખરડો પસાર કરીને કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામેના મતભેદો અંગે સુપ્રીમની ફૂલ બેન્ચ દ્વારા નિર્ણય લેવાવો જોઈએ. આ મુદ્દે સિનિયર એડવોકેટ વિકાસ સિંઘે કહ્યું હતું કે, બધી જ પીઆઈએલ સીજેઆઈ અથવા સુપ્રીમ કોર્ટના કોલાજિયમના હિસ્સાની રચના કરનારા સિનિયર જજોએ જોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને ચારેય જજે ઉઠાવેલા વિવિધ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવ્યા હતા, પરંતુ એ સાથે તમામ મુશ્કેલીઓ અંગે સૂચનો પણ રજૂ કર્યા હતા. જસ્ટિસ જે.ચેલામેશ્વરે કેસની વહેંચણીને લગતા ઉઠાવેલા મુદ્દાની વાત છેડતા સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશને કહ્યું હતું કે, આ પ્રકારના કેસ સીજેઆઈની વડપણ હેઠળની બેન્ચ અથવા તો કોલાજિયમના સભ્ય હોય એવા જજોને જ ટ્રાન્સફર કરવા જોઈએ.

સૂત્રોના જણાવ્યાનુસાર, સીજેઆઈ દીપક મિશ્રા રવિવારે સાંજે ચાર જજ સાથે બેઠક યોજી શકે છે. હાલ સીજેઆઈ દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાને છે, જ્યાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન ત્યાં વડાપ્રધાન મોદી નૃપેન્દ્ર મિશ્રા પણ જોવા મળતા રાજધાનીમાં જાતભાતની અટકળોએ જોર પકડયું હતું. જોકે, મિશ્રાએ બાદમાં જણાવ્યું હતું કે, હું નવા વર્ષની શુભેચ્છા આપવા માટે સીજેઆઈને મળ્યો હતો.

Post Comments