Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત સહિત નવ હાઇકોર્ટમાં જજોની નિમણૂકની ભલામણ સુપ્રીમની કોલેજિયમને સોંપાઇ

- હાઇકોર્ટની કોલેજીયમની ભલામણ કાયદા મંત્રાલયે આગળ ધપાવી

- ૨૪ હાઇકોર્ટમાં જજોની માન્ય જગ્યા ૧૦૭૯ છે પણ ૪૧૩ જગ્યા હજુ ભરાઇ નથી

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2017, રવિવાર

કાયદા મંત્રાલયે નવ હાઇકોર્ટમાં જજોની નિમણુંક માટેની ભલામણોને સુપ્રીમ કોર્ટની કોલેજીયમને મોકલી દીધી છે. આ વર્ષે જ ૧૦૬ જજોની નિમણુંક કરવામાં આવી છે. જે રાજ્યોની હાઇકોર્ટ દ્વારા આ ભલામણો કરવામાં આવી છે તેમાં ગુજરાત, કર્ણાટક, ઝારખંડ, મદ્રાસ, ત્રીપુરાનો સમાવેશ થાય છે.

કાયદા મંત્રાલયના આંકડા મુજબ ૨૪ હાઇકોર્ટમાં જજોની માન્ય સંખ્યા ૧૦૭૯ છે અને તેમાં આશરે ૪૧૩ જેટલી જગ્યાઓ ખાલી પડી હતી. અને માત્ર ૬૬૬ જજોથી જ આ કોર્ટ કામગીરી ચલાવી રહી છે. નિયમ મુજબ હાઇકોર્ટના ત્રણ સભ્યોની કોલેજિયમ જજોના નામોની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમને મોકલે છે. જોકે આ ભલામણ કાયદા મંત્રાલય થઇને સુપ્રીમ કોર્ટ પહોંચે છે.

કાયદા મંત્રાલય જે પણ નામોની ભલામણ થઇ હોય તેના રેકોર્ટ આઇબી પાસેથી મેળવે છે. કેન્ડિડેટનો આઇબીનો રિપોર્ટ બાદમાં કાયદા મંત્રાલય ભલામણ સાથે જોડીને તેને સુપ્રીમ કોર્ટની કોલેજિયમને સોપે છે. જેના આધારે સુપ્રીમ કોર્ટની કોલેજીયમ આગળ શું કરવું તે નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે ક્યા જજને રેકોર્ડ કેવો છે તે નક્કી ન્યાયપાલીકા જ કરી શકે આઇબી નહીં.

કાયદા મંત્રી રવી શંકાર પ્રસાદે જણાવ્યું હતું કે ૨૦૧૬માં ૧૨૬ જજોની નિમણુંક કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલ મોટા ભાગની કોર્ટોમાં જજોની બહુ અછત છે. આ સ્થિતિ વચ્ચે પેન્ડિંગ કેસોનું ભારણ પણ વધી રહ્યું છે.

Post Comments