Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજય માલ્યા પર CBI મહેરબાન સ્વામીના કેન્દ્ર સરકાર પર ચાબખા

- માલ્યાના પ્રત્યાર્પણ અંગે ભારત સરકાર ગંભીર નહીં હોવાનો પણ સ્વામીનો આરોપ

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે ભારત સરકારના નિરાશાભર્યા વલણ અંગે કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર ગંભીર હોય એવું મને લાગતું નથી. આજે લંડનમાં માલ્યાના પ્રત્યાર્પણ અંગે કેસ ચાલવાનો હતો તેની પહેંલા જ ટ્વિટ કરીને સ્વામીએ પોતાની નારાજગી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યા ભારતની ેબંકોના રૃપિયા નવ હજાર કરોડ લઇને ભાગી ગયો છે.

સ્વામીએ કહ્યું હતું કે મને મારા લંડનના મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ભારત સરકાર માલ્યાના પ્રત્યાર્પણ અંગે જરાય ગંભીર નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જેમ  મલેશિયા અને આર્જેન્ટીનામાં કોત્રોચીનો કેસ નબળો પાડી દેવામાં આવ્યો હતો તેવી જ રીતે માલ્યાનો કેસ પણ સરકારના ઉદાસીન વલણના કારણે નબળો પડી જશે.સાક્ષીઓના નિવેદનો આઇપીસી ૧૬૪ના બદલે ૧૬૧ હેઠળ નોંધવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં CBI એ સાત સાક્ષીઓના નિવેદન લીધા હતા.પોલીસ અધિકારી આ નિવેદનો નોંધતા હોવાના કારણે  કોર્ટમાં આ કલમ હેઠળ લેવામાં આવેલા નિવેદનનો કોઇ જ મહત્તવ હોતો નથી. આવા નિવેદનોને સરળતાથી બદલી શકાય છે. ત્યાંના પત્રકારોનું કહેવું હતું કે તમામ નિવેદનો એક જ પ્રકારના હોય એવું લાગે છે. એજન્સીએ સાતમાંથી પાંચ નિવેદનો કલમ ૧૬૧ હેઠળ લીધા હતા. દરમિયાન વિજય માલ્યા આજે તેમના પુત્ર સિધ્ધાર્થ માલ્યા સાથે લંડનની કોર્ટમાં હાજર થયા હતા. ભારતીય બેંકોને રૃપિયા નવ હજાર કરોડનું દેવું ભરપાઇ કરવાનું હોવાથી તેઓ લંડન ભાગી ગયા હતા.

Post Comments