Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમને કેન્દ્ર, ઉ. પ્રદેશ, હરિયાણા અને પંજાબને નોટિસ

- પ્રદૂષણ ઘટાડવા વ્યાપક આયોજનની જરૃર

- દિલ્હી સરકારે એકી-બેકી યોજનામાં મહિલાઓ અને ટુ વ્હિલરને બાકાત રાખવા NGTને વિનંતી કરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સહિત ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબને નોટિસ પાઠવી હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે, અન્ય કોર્ટમાં પ્રદૂષણના મુદ્દે ચાલી રહેલા કેસમાં કોઈ મનાઈ હુકમ નહિ આવે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા સોલાર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા થયેલી અરજીને અનુસંધાને સુપ્રીમે નોટીસ આપી હતી.

સુપ્રીમ કોર્ટે નિમેલી ઇપીસીએ તાજેતરના રિપોર્ટને ટાંક્યો ત્યારે સુપ્રીમે જણાવ્યું હતું કે, હવે પ્રદૂષણને ઘટાડવા વ્યાપક આયોજનની જરૃર છે. રિપોર્ટ ટૂંકા ગાળાનો છે અને સમસ્યા લાંબા ગાળાની છે. પ્રદૂષણ ઘટાડવાનું વ્યાપક આયોજન માત્ર દિલ્હી જ નહી પરંતુ સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન દિલ્હી સરકારે આજે અગિયારમી નવેમ્બરે કરેલા આદેશમાં એકી-બેકીમાં મહિલાઓને બાકાત રાખવાના ઇન્કાર અંગે ફેરવિચારણા કરવા વિનંતી કરી જણાવ્યું હતું કે, મહિલાઓને એકીબેકીની યોજનામાંથી બાકાત રાખવી જોઈએ કેમ કે લોકોની સલામતી પર અસર થાય છે. આ છૂટછાટ સરકાર ૨૦૦થી વધુ બસો ખરીદે ત્યાં સુધી રાખવાની પરવાનીગ માંગી હતી.

વળી દ્વિચક્રી વાહનોને એકીબેકી યોજનામાં મુશ્કેલી પડે તેમ હોઈ તેમને પણ છૂટ આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે એકીબેકી યોજનામાં મહિલાઓને બાકાત રાખી તેનો એનજીટીએ વાંધો લીધો હતો અને કોઈ પણ વ્યક્તિને છૂટછાટ નહી આપવા જણાવ્યું હતું.

Post Comments