Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણીપંચે VVPAT મશીનોમાં સંશોધન કરવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

- એક એન્જીનીયરે VVPAT મશીન ખામીયુક્ત હોવાનો દાવો કર્યો

- આ મુદ્દે તેની અરજી ફગાવી દેવાઈ અને ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા જણાવાયુ

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018 મંગળવાર

સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને VVPAT મશીનોમાં સંશોધન કરવાનો આદેશ આપ્યો છે. જેથી મતદાતા ખોટી રીતે મતદાન કરે તો વોટ રદ થઈ શકે.

ચીફ જસ્ટિસ દીપર મિશ્રાની અધ્યક્ષતાની બેન્ચ સમક્ષ એક એન્જીનીયરે અરજી દાખલ કરી કે મશીનમાં ખામી છે. જો મતદાતા પોતાની પસંદના ઉમેદવારને વોટ આપવામાં નિષ્ફળ રહે છે તો તેમાં વોટિંગને રોકી રદ કરવાની જોગવાઈ પણ હોવી જોઈએ. બેન્ચે અરજીકર્તાની અપીલ પર ચુકાદો આપવાની મનાઈ કરી છે. તેમને પોતાની અરજીની સાથે ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા કહ્યું જેમાં એ જણાવાઈ શકે કે VVPAT મશીનો ખામીમુક્ત નથી.

ઉલ્લેખનીય છે કે 2014 લોકસભા ચૂંટણી દરમિયાન VVPAT મશીનો પાયલટ પ્રોજેક્ટ તરીકે 543માંથી 8 લોકસભા વિસ્તારમાં લગાવાઈ હતી. એન્જીનીયર અરૂણ કુમારની અરજી પર સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું, વ્યક્તિગતરીતે અરજીકર્તાની દલીલ સાંભળ્યા બાદ અમે તેમને ચૂંટણીપંચમાં રજૂઆત કરવાની છૂટ આપી શકીએ છીએ. આ છૂટની સાથે જ તેમની અરજી ફગાવી દેવાઈ છે.

Post Comments