Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની JP ઇન્ફ્રાટેકને 27 ઓક્ટોબર પહેલાં 2000 કરોડ ભરવા SCનો આદેશ

- 35 હજાર ઘર ખરીદનારા ગ્રાહકોના નાણાં સલવાયેલા છે, કંપની પર રૂ. 8000 કરોડનું દેવું

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

સુપ્રીમ કોર્ટે દેશના જંગી રિયલ એસ્ટેટ કંપની જે. પી. ઇન્ફ્રાટેકને ૨૭મી ઓક્ટોબર પહેલાં ૨૦૦૦ કરોડ જમા કરાવવા આદેશ કર્યો હતો. સાથે સાથે કંપનીના એમ.ડી. અને અન્ય ડાયરેક્ટરોન દેશ નહી છોડવા આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે એનસીએસટી દ્વારા રચાયેલી સંસ્થા અંતરિમ રિઝોલુશન પ્રોફેશનલ્સને જે.પી. ઇન્ફ્રાટેકનો વહીવટ સંભાળવા આદેશ કર્યો હતો. જેમાં ફ્લેટ ખરીદનારા અને દેવાદારોના હિત સાચવવા સમાધાનની યોજના ઘડવા જણાવ્યું હતું.

જે.પી. ઇન્ફ્રાટેકના ઘર ખરીદનારાઓ પૈકી ૩૫ હજાર ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે તે આઇડીબીઆઇ બેન્કની અરજી માન્ય રાખીને બેન્કના ૫૨૬ કરોડ રૃપિયાના દેવા બદલ નાદાર જાહેર કરવા મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, જે.પી. ઇન્ફ્રાટેક રિયલ એસ્ટેટ મોટી કંપની છે દિલ્હીથી આગ્રા સુધી મકાનો અને યમુના એક્સપ્રેસ-વેનું નિર્માણ કર્યું છે તેની ઉપર ૮૦૦૦ કરોડનું દેવું છે.

Post Comments