Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેપી એસોસિએટ્સને રૃ.૧૦૦૦ કરોડ જમા કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

- ગ્રાહકોને ઘર નહીં આપી શકવા બદલ

- મકાન ખરીદવા માટે હેરાન થયેલા લોકો માટે ૧૫ જૂન સુધીમાં રકમ જમા કરાવવી પડશે

(પીટીઆઇ)     નવી દિલ્હી,તા.૧૬ મે 2018, બુધવાર

હેરાન થયેલા મકાન ખરીદનારાઓને વળતર ચૂકવવા માટે પંદર જૂન સુધીમાં રજીસ્ટ્રીમાં વધારાના રૃપિયા એક હજાર કરોડ જમા કરાવવા જયપ્રકાશ એસોસિએટ્સ લિ.ને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.આ રકમ જમા કરાવ્યા પછી જેએએલની પેટા કંપની જેપી ઇન્ફ્રા લિ. સામેની ફડચાની કાર્યવાહી પર સ્ટે મળશે, એમ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની બેંચે કહ્યું હતું. બેંચે કહ્યું હતું કે  જો પંદર જૂન સુધીમાં આ રકમ ભરવામાં કોઇ ગરબડ થશે તો નાદારી પ્રક્રિયાનો સામનો કરી રહેલી જેઆઇએલ સામેની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

અગાઉ કોર્ટે કંપનીને કોર્ટ રજીસ્ટ્રીમાં રૃપિયા ૨૦૦૦ કરોડ જમા કરાવવા આદેશ કર્યો હતો. અત્યાર સુધી રિયલ એસ્ટેટ કંપનીએ રૃપિયા ૭૫૦ કરોડ જમા કરાવ્યા છે.જેએએલ વતી હાજર રહેલા વકીલ અનુપમ લાલ દાસે કહ્યું હતું કે  જેઆઇએલ માટેની એની સુચીત  રિવાઇવલ યોજના પર   કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા ફરીથી વિચાારણા  કરવી જોઇએ.'અમે  સુચન કર્યું હતું કે જેએએલ માટે સૌથી શ્રેષ્ઠ રિવાઇવલ  ફડચાની યોજના  પ્રક્રિયા ના તો મકાન ખરીદનારાઓના હિતમાં છે કે નાતો ક્રેડિટર્સના હિતમાં'એમ તેમણે કહ્યું હતું.

કંપનીએ  રિવાઇવલ માટે રૃપિયા દસ હજાર કરોડના ભાગરૃપે ઘર ખરીદનાર દરેક ગ્રાહકને નાદારીનો સામનો કરી રહેલી કંપની જેઆઇએલના ૨૦૦૦ ઇક્વિટી શેર ઓફર કરવાનું સુચન કર્યું હતું. કંપનીએ  અલ્લાહાબાદસ્થિત નેશનલ કંપની લો ટ્રાબ્યુનલને આ  પ્રક્રિયામાં આગળ નહીં વધવા માટે પણ માર્ગદર્શન માગ્યું હતું.

Post Comments