Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યાયતંત્રના હિતમાં લીધો આ નિર્ણય, ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધશે : જસ્ટિસ કુરિયન

- અમે દેશ સમક્ષ આ વાત ન રાખીએ તો લોકતંત્ર ખત્મ થઇ જશે

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર 
 
મુકદ્દમાઓની 'પસંદગીયુક્ત' રીતે ફાળવણી અને કેટલાક ન્યાયિક નિર્ણયો વિરુદ્ધ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા વિરુદ્ધ એક રીતે બળવાનું પગલું લેનાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજમાં એક ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે કહ્યુ કે તેમણે જે મુદ્દો ઉઠાવ્યો છે, તેનું સમાધાન થશે. તેમના બીજા ત્રણ જજના પ્રેસ કૉન્ફરન્સના એક દિવસ બાદ જોસેફે કહ્યુ કે તેમણે ન્યાય અને ન્યાયતંત્રના હિતમાં કામ કર્યુ છે. 
 
ન્યાયમૂર્તિ જોસેફે કહ્યુ, 'અમે ન્યાય અને ન્યાયતંત્રના પક્ષમાં છીએ. એક મુદ્દા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મુદ્દા પર ધ્યાન રાખવાથી ચોક્કસપણે આ મુદ્દાનું સમાધાન થઇ જશે.' ન્યાયમૂર્તિ જોસેફે જણાવ્યું કે તેમની સાથેના ચાર જજે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે આ કામ કર્યુ છે. 
 
શુક્રવાર સવારે દેશમાં પ્રથમવાર ન્યાયતંત્રમાં અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. સુપ્રીમ કોર્ટના જજોએ પ્રેસ કૉન્ફરન્સ યોજી. ચીફ જસ્ટિસ બાદ બીજા સૌથી સીનિયર જજ જસ્ટિસ ચેલમેશ્વરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા પણ બદલાય છે. 
 
તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટનું વહીવટી તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યુ, જો આમ જ ચાલ્યા કરશે તો લોકતાંત્રિક પરિસ્થિતિ ઠીક રહેશે નહીં. તેમણે કહ્યુ કે અમે આ મુદ્દા પર ચીફ જસ્ટિસ સાથે વાત કરી છે, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં. 
 
ચાર જજે કહ્યુ કે જો અમે દેશ સમક્ષ આ વાત ન રાખીએ અથવા અમે કંઇ ન બોલીએ તો લોકતંત્ર ખત્મ થઇ જશે. અમે ચીફ જસ્ટિસની અનિયમિતતાઓ પર વાત કરી. તેમણે જણાવ્યું કે ચાર મહિના પહેલા અમે બધા ચાર જજે ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો, જે વહીવટીતંત્ર માટે હતો, અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ પર દેશે નિર્ણય કરવો જોઇએ, અમે બસ દેશનું ઋણ અદા કરી રહ્યા છીએ. 

Post Comments