Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લખનૌ મેડિકલ પ્રવેશના ભ્રષ્ટાચારની તપાસ સીટને સોંપવા સુપ્રીમનો ઈનકાર

- ન્યાયાધિશના નામે લાંચ માગવાનો કેસ

- ન્યાયાધિશ માટે લાંચ લેવાઇ હોય તેવા કોઇ પુરાવા નથી, પીટિશનથી ન્યાયતંત્રની છબી ખરડાઇ હોવાનો મત

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

લખનઉ મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની સીટ દ્વારા તપાસની અરજી સુપ્રીમે કાઢી નાખી હતી અને જણાવ્યું હતું કે આ વિવાદથી ન્યાયતંત્રની છબી ખરડાઇ છે.

સુપ્રીમે આ અરજી કરનાર એડવોકેટ કામિની જયસ્વાલને ઠપકો આપતા જણાવ્યું હતું કે એક પિટિશન પેન્ડિંગ છે ત્યારે બીજી પિટિશન દાખલ કરવી તે બિનજરૃરી છે અને કોર્ટની અવમાનના છે. ઉલ્લેખનીય છે કે, અરજદાર કામિની જયસ્વાલે અરજીમાં જણાવ્યું હતું કે સીબીઆઇની એફઆઈઆરમાં કોઇ જજનું નામ નથી. જોકે અરજકર્તા વકીલ પ્રશાંત ભૂષણ પર કોર્ટની અવમાનનો કેસ કર્યો નથી.

અરજી કરનારે હકિકતોની ખરાઇ કરી નથી તેમ જણાવી સુપ્રીમે જણાવ્યું હતું કે આપણે ન્યાયતંત્રના હિતમાં એક થવું જોઇએ. એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે આ કેસમાં બે પિટિશન થવાથી ન્યાયતંત્રને પારવાર નુકસાન થયું છે. કોઇ ન્યાયાધિશે લાંચ માગી હોય અને તેના માટે નાણા લેવાયા હોય તેવો કોઇ પૂરાવો નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પૂર્વ જજ કુદુશીની ધરપકડ થયેલી છે. તેમણે સુપ્રીમના ન્યાયાધીશના નામે લાંચ માગી હોવાનો આરોપ છે.

Post Comments