Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'સુપ્રીમ' વિવાદ શાંત કરવા સરકારના 'સપ્રેમ' પ્રયાસો

- વડાપ્રધાનના મુખ્ય સચિવ CJIને મળ્યા

- એટર્ની જનરલે સંપૂર્ણ મામલો શાંતિથી પૂર્ણ થઇ જશે તેવી આશા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયધીશો લોકોની સામે આવી પત્રકાર પરિષદ સંબોધી હતી. દેશની સર્વોચ્ચ ન્યાયાલયનું વહીવટતંત્ર બરોબર કામ નથી કરતું અને જો આવું જ ચાલતું રહેશે તો લોકતંત્ર ખતરામાં પડી જશે તેમ જણાવ્યું હતું. શુક્રવારે ન્યાયપલિકાને લઇને ઉઠેલા વિવાદથી હવે તેને શાંત કરવા પ્રયત્નો સરકાર તરફથી તેજ કરવામાં આવી રહ્યાં છે.

આ મામલે આજે સવારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેંદ્ર મિશ્રા CJI દિપક મિશ્રાને મળવા પહોંચ્યા હતા. જેથી આ અંગે વિવિધ અટકળો તેજ થઇ છે. જ્યારે એટર્ની જનરલ કે કે વેણુંગોપાલે સંપૂર્ણ મામલો શાંતિથી પૂર્ણ થઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી એવું જણાઇ રહ્યું છે કે દેશની ન્યાયપાલિકાના આ વિવાદને શાંત પાડવા સરકાર મહત્વની ભુમિકા ભજવી પોતાની પ્રયાસે કરી રહી છે.

જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશ પણ હરકતમાં આવ્યું હતુ. બાર એસોસિએશન દ્વારા આજે બેઠક બોલાવવામાં આવી હતી અને જણાવ્યું કે, ન્યાયપાલિકાને લઇને દેશના લોકોમાં કોઇ પણ પ્રકારને ભ્રમ યોગ્ય નથી. હવે, આવનારા દિવસોમાં આ વિવાદ કેવુ સ્વરૂપ લેશે તે જોવું રહ્યું. જ્યારે હાલ, તો સરકાર તરફથી આ મામલાનું સમાધાન લાવવા પ્રયત્નો શરૂ છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments