Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઠુઆ : ચંડીગઢ ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમે સરકારનો જવાબ માગ્યો, પીડિતાના પરિવારને સુરક્ષા આપવા આદેશ

- આઠ વર્ષની બાળકી પર રેપ બાદ હત્યાનો દેશને હચમચાવી નાખનારો મામલો

- કેસની ટ્રાયલ શરૃ : આરોપીઓએ કોર્ટને કહ્યું 'અમે નિર્દોષ, નાર્કો ટેક્સ કરાવવા તૈયાર'

નવી દિલ્હી, તા.16 એપ્રિલ 2018, સોમવાર

જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષની બાળકી પર છ નરાધમોએ બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ કોર્ટમાં જ્યારે પોલીસ ચાર્જશીટ દાખલ કરવા જઇ રહી હતી ત્યારે તેને કેટલાક સ્થાનિકોએ રોકી હતી. આ ઉપરાંત બળાત્કારીઓના સમર્થનમાં પણ રેલીઓ નીકળી હતી. જે પીડિત બાળકી છે તેના વકીલ દીપીકા સિંહ રાજાવતને પણ ધમકીઓ મળી રહી છે. આ બધી પરિસ્થિતિની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે અને આક્રામક વલણ અપનાવ્યું હતું. સાથે આ કેસને જમ્મુ કાશ્મીરની જગ્યાએ ચંડીગઢમાં ચલાવવો છે કે કેમ તેને લઇને સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

આ ઉપરાંત પીડિત બાળકીના માતા પિતા, વકીલો અને પરિવારજનોને પણ જીવનું જોખમ હોવાથી તેેમને સુરક્ષા પુરી પાડવાનો આદેશ પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ એ.એમ. ખાનવીલકર, ડી.વાય. ચંદ્રચુડની બેંચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસ તાત્કાલીક ધોરણે કઠુઆની પીડિતાના વકીલ દીપીકા સિંહ રાજાવત, તેમના પરિવારજનો અને બાળકીના માતા પિતાને સુરક્ષા પુરી પાડે. આ ઉપરાંત આ કેસમાં જે સગીર વયનો આરોપી છે તેને જે બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો છે ત્યાં પણ સુરક્ષા વધારવા માટે કહ્યું છે. આ કેસની વધુ સુનાવણી કોર્ટે આગામી ૨૭મી એપ્રીલ સુધી મુલતવી રાખી છે.

સુનાવણી દરમિયાન પીડિતાના પિતાએ પણ જણાવ્યું હતું કે હાલ ક્રાઇ બ્રાંચ જે દિશામાં તપાસ કરી રહી છે તેનાથી અમને સંતોષ છે માટે આ કેસમાં સીબીઆઇની તપાસની જરુર નથી. સીબીઆઇને તપાસ સોપવાની અલગ અરજીની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલની સ્થિતિમાં સીબીઆઇ તપાસની કોઇ જ જરુર નથી. કઠુઆ કેસમાં બીજી તરફ કોર્ટમાં ટ્રાયલની શરૃઆત થઇ ગઇ હતી. આઠેય આરોપીઓએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે આ કેસમાં અમે દોષીત નથી, ઇચ્છો તો નાર્કો ટેસ્ટ કરી શકો છો. આઠમાંથી સાત આરોપીઓને જિલ્લા અને શેસન્સ કોર્ટના જજ સંજય ગુપ્તા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

ગુપ્તાએ બાદમાં ક્રાઇમ બ્રાંચ પાસેથી ચાર્જશીટની કોપી માગી હતી સાથે આગામી ૨૮મી એપ્રીલ સુધી કેસને મુલતવી રાખ્યો હતો. બાદમાં સાતેય આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે જેલમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા. કઠુઆની આસીફા નામની આઠ વર્ષની બાળકીને સાત દિવસ સુધી બંધક બનાવીને રાખી હતી, જે દરમિયાન તેના પર અનેક વખત રેપ કર્યો હતો. બાદમાં તેની હત્યા કરી દેવાઇ હતી. આ કેસને કારણે હાલ દેશભરમાં મહિલા અને બાળકીઓની સુરક્ષાને લઇને લોકોમાં રોષ વધ્યો છે.

Post Comments