Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમ્મુ-કાશ્મીરમાં કોઇ હિંદુ જ મુખ્યમંત્રી બનાવવો જોઇએ: સુબ્રમણ્યમ સ્વામી

- કાશ્મીરમાં સરકાર બનાવવાની અટકળો વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું નિવેદન

નવી દિલ્હી, તા. 09 જુલાઇ 2018, સોમવાર

જમ્મુ-કાશ્મીરમાં ફરી સરકાર બનાવવાની અટકળો તેજ થઇ છે ત્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને અન્ય પણ કેટલાંક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, જેમની ભાજપ સાથે વાત ચાલી રહી છે.

જો બહૂમતિ મળશે તો ભાજપ ત્યાં ફરીવાર સરકાર બનાવી શકે છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું છે. તેમની માંગ છે કે કાશ્મીરમાં કોઇ હિંદુને જ મુખ્યમંત્રી બનાવવો જોઇએ.

તેમણે ન્યૂઝ એજન્સી સાથે વાત-ચીત દરમિયાન કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં કોઇ હિંદુને જ મુખ્યમંત્રી બનાવવા જોઇએ. PDP પાસે જો કોઇ હિંદુ અથવા શીખ નેતા હોય તો અમે તેને મુખ્યમંત્રી બનાવી શકીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં કોઇ મુસ્લીમ જ મુખ્યમંત્રી બની શકે છે, જવાહરલાલ નહેરૂએ થોપેલો આ પ્રભાવ સહન કરવામાં આવશે નહી.

તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડની દરેક જિલ્લામાં શરીયત કોર્ટ ખોલવાના પ્રસ્તાવની પણ ટીકા કરી. તેમણે કહ્યું, આ બાબત દેશના ભાગલાં અને રાષ્ટ્ર વિરોધ માટે છે. અહી માત્ર એક જ કાયદો અને એક જ કોર્ટ છે.

બંધારણ જ આપણું નિર્દેશક છે અને તેની બહાર કંઇ પણ સ્વિકાર કરવા યોગ્ય નહી હશે. તેમજ આ અંગેની કોઇ પણ પ્રકારના પ્રયત્નો સામે સરકારે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ અને રાષ્ટ્રની સુરક્ષા જોતાં આવા લોકોની ધરપકડ કરવી જોઇએ.

Post Comments