Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મ.પ્રદેશની શાળાઓમાં હાજરી વખતે વિદ્યાર્થીઓને 'જયહિંદ' બોલવા આદેશ

- 'યસ સર' કે 'યસ મેડમ' બોલાય છે

- દેશભક્તિની ભાવના જાગૃત કરવા લેવાયેલો નિર્ણય

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં તમામ શાળાઓમાં હાજરી પૂરતી વખતે વિદ્યાર્થીઓને 'યસ સર' કે 'યસ મેડમ'ને બદલે 'જયહિંદ' બોલવા આદેશ કરાયો હતો. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા આ પગલું લેવાયાનું જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું.

મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 'યસ સર' અને 'યસ મેડમ' ભારતીય સંસ્કૃતિના નથી. સતનામાં આ પ્રયોગ સફળ થશે તો સમગ્ર રાજ્યની શાળાઓમાં આ પ્રથા  દાખલ કરાશે.

જયહિંદ બોલવાથી બાળકોમાં નાની ઉંમરથી જ દેશપ્રેમ જાગૃત થાય છે. સેનાના જવાનો પણ હાજરી પૂરતી વખતે જયહિંદ બોલે છે તેમ તેમણે જણાવ્યું હતું.
 

Post Comments