Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહારમાં નીતીશકુમારના કાફલા પર પથ્થરમારો, કોઇ નુકસાન નહીં

(પીટીઆઇ) બક્સર(બિહાર), તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના કાફલા પર આજે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોે કે મુખ્યપ્રધાન સલામત રહ્યાં હતાં અને તેમને કોઇ ઇજા થઇ ન હતી. નીતીશકુમાર વિકાસ સમીક્ષા યાત્રા હેઠળ એક ગામની મુલાકાતે જઇ રહ્યાં હતાં ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.  આ હુમલાથી વિચલિત થયા વગર નીતીશકુમારે દુમરાન બ્લોકમાં એક જાહેર સભાને સંબોધી હતી.

આ જાહેર સભામાં નીતીશકુમારે જણાવ્યું હતું કે રાજ્યની પ્રગતિ અંગે મારી કટિબદ્ધતા જોઇને કેટલાક લોકો નારાજ છે. આવા લોેકો પ્રજાને ઉશ્કેરવા અને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે પણ પ્રજાએ આવી કોઇ ઘટના પર ધ્યાન આપવું જોઇએ નહીં.

મુખ્યપ્રધાનની સુરક્ષામાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ કાફલા પર પથ્થરમારો કર્યો આમ છતાં કાફલાએ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કાફલો ગામ જવા માટે આગળ નીકળી ગયો હતો. આ ગામમાં નીતીશકુમારે ૨૭૨ કરોડ રૃપિયાની ૧૬૮ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ હતું. પથ્થરમારો કોણે કર્યો અને શા માટે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

Post Comments