Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોડ અને ઇન્ફ્રા સેસના પગલે રાજ્યોએે રૃ.૧૨૦ અબજની આવક ગુમાવવી પડશે

- આવક તફાવત સરભર કરવા રાજ્યો નાગરિકો પર નવો બોજ નાંખશે

- બજેટમાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી ઘટાડી પણ રોડ અને ઇન્ફ્રા પર અમલી બનાવાયેલ સેસની આવક માત્ર

નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

૧ ફેબુ્રઆરીએ નાણાં પ્રધાન અરૃણ જેટલીએ રજુ કરેલા બજેટમાં પેટ્રોલ -ડિઝલ પરની એકસાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો હતો. પરંતુ તેનાથી ભાવમાં કોઇ ફેરફાર પડયો નથી અને ગ્રાહકોને તો  પહેલા જેટલા જ ભાવ ચુકવવા પડી રહ્યા છે. જો કે કેંદ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડયુટી ધટાડીને ૨ રૃપિયા પ્રતિ લિટર ઘટાડો તો કર્યો પણ રોડ અને ઇંફ્રાર્સ્ટ્ક્ચર ક્ષેત્ર પર સેસ અમલી બનાવીને  એકસાઇઝ ડયુટીમાં કરેલા ઘટાડાથી ગ્રાહકોને મળનારો લાભ તો છીનવી લીધો તેની સાથે સાથે કેંદ્ર સરકારે રાજ્યોને એકસાઇઝ ડયુટીથી થનારી આવક્નો આપવાનો હિસ્સો પણ પરોક્ષ રીતે ધટાડી દીઘુ છે .

અંદાજે તેનો આંકડો ૧૨૦ અબજ રૃપિયા થવા જાય છે એટલે કે દરેક રાજ્યને પેટ્રોલ-ડીઝલ પર ધટાડવામાં આવેલી ડયુટીથી ૧૨૦ અબજ રૃપિયાનુ નુક્શાન તો જશે પરંતુ હવે રાજ્યો આ જંગી આવક સરભર કરવામાં પોત પોતાના બજેટમાં નાગરિકો પર નવો બોજ નાખશે તે પણ નિશ્ચિત છે. જેથી સેસના અમલથી પેટ્રોલ-ડીઝલ પર ઘટાડવામાં આવેલ એક્સાઇઝ ડયુટીના લાભથી વંચિત રહેલા સામાન્ય નાગરિકોની કેડે રાજ્યો દ્વારા નવો ભાર નાખવામાં આવશે.

નાણાં પ્રધાન અરૃણ જેટલી દ્વારા બજેટમાં પેટ્રોલ-ડીઝ્લ પર વધારાની એક્સાઇઝ ડયુટી તરીકે જાણીતા રોડ સેસ ૬ રૃપિયા પ્રતિ લિટરને રદ્દ કરીને  ઇંફ્રાર્સ્ટ્ક્ચર સેસ પેટ્રોલ-ડીઝ્લ પર પ્રતિ લિટર ૮ રૃપિયા અમલી બનાવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લીટર ૨ રૃપિયા એક્સાઇઝ ડયુટી પણ ઘટાડી છે. જો કે આ બન્ને નિયમોના અમલથી ગ્રાહકોને તો પહેલાની જેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવ ચુકવવા જ પડશે.પરંતુ આગામી નાણાંકીય વર્ષથી કેંદ્ર સરકારની આવક્માં જંગી વધારો જરૃરથી થશે.સેસના અમલથી પેટ્રોલ -ડીઝલ થકી કેંદ્રને થતી આવક યથાવત જ રહેશે.

એક ગણતરી અનુસાર નવા નિયમથી બેઝિક એકસાઇઝ ડયુટીથી થતી આવક ઘટશે જે બિનસેસ આવક છે જે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન અંદાજે ૨૮૦ અબજ રૃપિયા થવાની ધારણાં છે. જેમાં રાજ્યોના ભાગે અંદાજે ૧૨૦ અબજ રૃપિયા અથવા ૨૮૦ અબજ રૃપિયાના ૪૨%  હિસ્સો આવી શકે છે.

જો કેંદ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવતી  રકમની વાત કરવામાં આવે તો સમિક્ષા પછી વર્ષ ૨૦૧૭-૧૮ માટે  ૬.૭ ટ્રીલીયન રૃપિયા અંદાજવામાં આવી છે.વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રાજ્યોને અંદાજે ૭.૯ ટ્રીલીયન રૃપિયા મળવા પાત્ર થાય.બીજબાજુ કેંદ્ર સરકારને પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંઘણ પરની વિવિધ એક્સાઇઝ ડયુટીથી ૨.૪ ટ્રીલીયન રૃપિયાની આવક થવાની આશા છે. જેમાંથી ૧.૧૩ ટ્રીલીયન રૃપિયાની કમાણીતો રોડ-ઇન્ફ્રાર્સ્ટ્ક્ચર સેસમાંથી જ થવાની અપેક્ષા છે.

જો કે બેઝીક ડયુટી એ કેદ્ર સરકાર દ્વારા રાજયોને વહેંચાવામાં આવતી ટેક્સ માળખાનો એક ભાગ છે.જેનો ૪૨% હિસ્સો રાજ્યોને આપવામાં આવે છે.જ્યારે વધારાની એકસાઇઝ ડયુટી( પહેલાનો રોડ સેસ અને હવે રોડ એન્ડ ઇંફ્રાર્સ્ટ્ક્ચર સેસ) એટ્લે કે સેસ અને સ્પેશીયલ એડીશનલ એકસાઇઝ ડયુટી એ સરચાર્જ છે. જેનુ સીધુ નુક્શાન રાજ્યોને આવક પેટે થશે કે જ્યારે ઇંધણ પરનો ટેક્સ દર યથાવત જ છે. આમ રાજ્યોને થનાર ૧૨૦ અબજ રૃપિયાની ખોટ સામે કમાણી સરભર કરવા રાજ્ય સરકારો દ્વારા સામાન્ય નાગરિકો પર વધુ એક બોજ પરોક્ષ રીતે નાખવામાં આવશે તેમ આથક નિષણાતોનુ માનવુ છે.

Post Comments