Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામ મંદિર વિવાદ: શ્રી શ્રી રવિશંકર અને CM યોગી આદિત્યનાથ વચ્ચે થઈ મુલાકાત

- શ્રી શ્રી રવિશંકર મુસ્લિમ સંગઠનના આગેવાનો સાથે પણ ચર્ચા કરશે

નવી દિલ્હી, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદનો ઉકેલ લાવવા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેમણે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ સાથે  મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તેમના ઉપર આરોપ મુકતા કહ્યું છે કે તેઓ રામમંદિર મામલે સરકારના એજન્ટ તરીકે કામ કરી રહ્યાં છે.

રામ મંદિર માટે સામાન્ય સહમતિ લેવા માટે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર તાજેતરમાં લખનઉ પહોંચી ચુક્યા છે. ત્યાં તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બન્ને વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત થઈ હતી. આ મુલાકાત બાદ તેઓ પંડિત અમરનાથ મિશ્રના નિવાસે કેટલાક મુસ્લિમ સંગઠનના આગેવાનો સાથે રામ મંદિર અને બાબરી મસ્જિદની બાબતે વાર્તાલાપ કરશે.

રામ મંદિર મામલે સ્વેચ્છિક હસ્તક્ષેપતા લાવવાના નિર્ણય પર કોંગ્રેસે કરેલા આરોપની વચ્ચે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વૃંદાવન પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાધા વલ્લભ સંપ્રદાય સાથે જોડાયેલા સેવક શરણદાસ, ટટિયા સ્થાન સાથે જોડાયેલા બાબા મદન બિહારીદાસ, રાધા મંદિરમાં સેવા આપી રેહલા સુકૃત ગોસ્વામી વગેરે  ધાર્મિક ગુરુઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.  

આ અંગે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે રવિશંકર મોટા સંત છે જોકે અયોધ્યાનો તેમને મામલો કોર્ટ ઉપર છોડી દેવો જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય કરે તે માન્ય ગણવો જોઈએ.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments