Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરમાં સોશિયલ મિડીયાનો દુરૃપયોગ 'ટાઇમ બોમ્બ' સમાન અને મોટો પડકાર : ડી. અંબુ

- સેનાના લેફટ. જનરલે કાશ્મીરની સ્થિતિ વર્ણવી

- છેલ્લા ઘણા સમયથી હિઝબુલ, તોયબા અને જૈશ સાથે મળીને આતંકી પ્રવૃત્તિ કરે છે તે ચિંતા જનક

- સેના ત્રાસવાદીઓ સામે લડે છે અને સાથે સાથે લોકોમાં આતંકવાદ વિરોધી જાગૃતિ પણ ફેલાવે છે

(પી.ટી.આઈ.)   ઉધમપુર, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

કાશ્મીરમાં સોશિયલ મીડિયાના દુરૃપયોગને 'ટાઇમ બોમ્બ' અને સલામતી એજન્સીઓ માટે પડકારરૃપ ગણાવી સેનાના વરિષ્ઠ કમાંડરે જણાવ્યું હતું કે સ્થાનિક કાશ્મીરી યુવકો સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર સરહદ સાથે મિનિટ મિનિટના હિસાબે જોડાયેલા રહે છે.

સેનાના નોર્ધન કમાંડના જનરલ ઓફિસર કમાંડિંગ લેફટ. જન. ડી. અંબુએ વધુ જણાવ્યું હતું કે આ ઉપરાંત હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ જેવા આતંકી જૂથો એક સાથે થયા તે પણ ચિંતાનો વિષય છે. રાજ્યમાં હિંસા વધવામાં સોશિયલ મિડીયાની મોટી ભૂમિકા છે. જો કે તેમણે સેના આ પ્રવૃત્તિને દાબી દેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ગયા વર્ષના અંત સમયથી મુજાહિદ્દિન, તોયબા અને જૈશના આતંકી જૂથો સંપીને આતંકી પ્રવૃત્તિ કરવા માંડયા છે. પણ સેના તેનો સામનો કરશે.

હાલમાં સેનાના કેમ્પ અને છાવણીઓ ત્રાસવાદી હુમલાના નિશાન બની રહ્યા છે ત્યારે અધિકારીનું આ નિવેદન સૂચક છે.

લેફટ. જનરલ અંબુએ ૨૦૧૬માં હિઝબુલ કમાંડર બુરહાન વાનીને ઠાર કરાયા બાદ કાશ્મીરમાં હિંસા વધી હોવાનું જણાવ્યું હતું. આ હિંસા બંધ થવામાં થોડો સમય લાગશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કુલગામ, શોપિયાન અને પૂલવામાના કેટલાક વિસ્તારોમાં સેના જઈ શકતી નથી તેવા અહેવાલ અંગે તેમણે જણાવ્યું હતું કે હવે સ્થિતિ સુધરી છે. અને આ વિસ્તારોમાં સેના જ નહીં રાજકીય નેતાઓ અને સામાન્ય લોકો પણ છૂટથી ફરી શકે છે.

સેના આતંકીઓ સામે લડે છે અને જેમ વધુ ઓપરેશન થાય તેમ તેમ આતંકને ખતમ કરવામાં સફળતા મળે છે તેમા ઘણા નાગરિકોને પણ ઇજા થાય છે. સેના સ્થિતિને થાળે પાડવા માગે છે તે માટે લાંબા સમયની જરૃર છે તેમાં કોઇ ટૂંકો વિકલ્પ નથી.

તેમણે વધુ જણાવ્યું હતું કે લોકોમાં આતંકવાદના પરિણામો અંગે જાગૃતિ લાવવી જરૃરી છે. સેના તેનું કામ સારી રીતે કરી રહી છે.

Post Comments