Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્મૃતિ ઈરાની સાથે દુર્વ્યવહારના કેસમાં પોલીસે એક વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી

- પોલીસે દિલ્હી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR દાખલ કરી

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018 મંગળવાર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પીછો કરીને છેડતી કરવાના કેસમાં દિલ્હી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે.

આ સમગ્ર ઘટના ગત વર્ષેના એપ્રિલ માસની છે. આરોપ છે કે આ ઘટના દરમિયાન મંત્રીનો વીડિયો બનાવ્યો અને તેમની પર કોમેન્ટ પણ કરવામાં આવી હતી. સ્મૃતિ ઈરાનીની ફરિયાદ બાદ પોલીસે FIR નોંધીને ચારેયની ધરપકડ કરી લીધી હતી.

ગત વર્ષે 1 એપ્રિલે સ્મૃતિ ઈરાની એરપોર્ટથી પરત ફરી રહ્યા હતા. ચાણક્યપુરી પહોંચીને કાર સવાર ચાર છોકરાઓને તેમની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું. તે તેમનો વીડિયો બનાવવા લાગ્યો સાથે કોમેન્ટ પાસ કરી. મંત્રીએ 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણકારી આપી. આ સમય વચ્ચે તેમણે કારને જાતે જ અટકાવી અને પોલીસે ઘટનાસ્થળે આવીને યુવકોની ધરપકડ કરી. પોલીસે આરોપીઓના મેડીકલ ટેસ્ટ કરાવ્યા તો સામે આવ્યુ કે યુવક દારૂના નશામાં હતો. પૂછપરછમાં ખુલાસો થયો કે યુવક દિલ્હી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.

ઘટનાના એક આરોપી વિદ્યાર્થીએ સ્મૃતિ ઈરાનીની માફી માંગી હતી. તેણે ઘટના વિશે જણાવ્યુ કે અમે માનીએ છીએ કે અમે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

ગાડીમાં ઉંચા અવાજે ગીત વાગી રહ્યા હતા. અમે લોકો ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવી રહ્યા હતા. આ વચ્ચે અમને ખબર ના રહી કે અમારાથી કોઈ ભૂલ થઈ છે. અજાણતા પણ ખબર નથી.

Post Comments