Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છ હજાર વર્ષ જૂના સુપરનોવા વિસ્ફોટનું ચિત્ર ધરાવતો પથ્થર કાશ્મીરથી મળ્યો

- અત્યાર સુધીમાં સુપરનોવા વિસ્ફોટ અંગે મળેલી આ સૌથી પ્રાચીન નોંધ છે

- સુપરનોવા વિસ્ફોટ વખતે આકાશમાં હજારો સૂર્ય જેવો પ્રકાશ ફેલાય અને એ પ્રકાશ હજારો વર્ષ સુધી ઝળહળતો રહ

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

કાશ્મીરમાંથી મળેલા એક પથ્થરમાં પુરાતનકાળનું ચિત્ર જોવા મળ્યું હતું. સંશોધકો એ રોક-આર્ટ (પથ્થર પરની કળા)ના અભ્યાસ પછી એવા તારણ પર આવ્યા છે કે ઈસવીસન પૂર્વે ૩૬૦૦માં નોંધાયેલા સુપરનોવા વિસ્ફોટની એ નોંધ છે. એ વખતે કાગળ હતા નહીં, દસ્તાવેજીકરણની બીજી કોઈ પદ્ધતિ હતી નહીં. માટે જે ઘટના નોંધપાત્ર લાગે તેને પથ્થર પર, દીવાલ પર, ગુફામાં કોતરી લેવાની પરંપરા હતી. માટે આખી દુનિયામાં પથ્થર-દીવાલ પર કોતરાયેલા મળતા ચિત્રો-લખાણોનો સંશોધકો ધ્યાનથી અભ્યાસ કરતાં હોય છે.

આપણા સૂર્ય કરતા પણ મોટા કદના હોય એવા તારા મૃત્યુ સમયે જબરદસ્ત વિસ્ફોટ પામતા હોય છે. આ વિસ્ફોટને સુપરનોવા કહેવામાં આવે છે. સુપરનોવા વખતે આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાઈ જાય એટલે તેની ખબર પડયા વગર રહે નહીં. સંશોધકોના કહેવા પ્રમાણે એ ચિત્ર સુપરનોવા એચબી-૯નો વિસ્ફોટ દર્શાવે છે. સુપરનોવા તરીકે વિસ્ફોટ પામવા માટે તારાનું કદ બહુ મોટું હોવુ જોઈએ.

આપણો સૂર્ય છે, તેનાથી ઓછામા ઓછા આઠ ગણા કે તેનાથી વધુ મોટા તારા હોય એ જ અબજો વર્ષના આયુષ્ય પછી સુપરનોવા તરીકે વિસ્ફોટ પામતા હોય છે. ધારો કે સુર્ય સુપરનોવા તરીકે વિસ્ફોટ પામે તો પૃથ્વી તો ઠીક પ્લુટો સહિતના ગ્રહો એ ધડાકામાં ઉડી જાય.

મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટીટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના સંશોધકોએ આ પથ્થર અંગે અભ્યાસ કર્યો છે. આ પથ્થર તો કાશ્મીરમાંથી છેક ૧૯૬૦ના દાયકામાં મળી આવ્યો હતો. એ પથ્થરમાં બે સુરજ જેવા તારા, બે શિકારી.. વગેરે નજરે પડે છે. પથ્થરના એ ચિત્રો પરથી જ એ સુપરનોવાનું ચિત્ર હોવાનું જણાઈ આવે છે.

કેમ કે બાકી તો આકાશમાં બે તારા હોય એવી સ્થિતિ નજરે ન પડે. એ પથ્થર જ્યાંથી મળી આવ્યો એ પુરાતત્ત્વિય સાઈટ પોતે ૪ હજાર કરતા વધુ વર્ષ જૂની છે. સુપરનોવા વિસ્ફોટ વખતે ફેલાતો પ્રકાશ આકાશને હજારો વર્ષ સુધી ઝળહળતું રાખે છે. એટલે વિસ્ફોટના કેટલાક વર્ષો પછી પણ એ ચિત્ર બન્યું હોય એવી શક્યતા છે.

Post Comments