Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબના CM પ્રકાશ સિંહ બાદલ પર બૂટ ફેંકાયુ

- જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત સમયે બનેલી ઘટના

- બાદલના જ ચુંટણી વિસ્તાર પર 25 વર્ષીય યુવકે બૂટ ફેંક્યુ

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર બૂટ ફેંકવામાં આવ્યુ છે. પંજાબના ભટિંડામાં જ્યારે બાદલ જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ યુવકે તેમની તરફ બૂટ ફેંક્યુ હતુ.

બાદલ પર તેમના જ ચુંટણી વિસ્તાર લંબીના રટ્ટા ખેરા ગામમાં બૂટ ફેંકવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી પર બૂટ ફેંકનાર વ્યક્તિની ઓળખ 25 વર્ષીય ગુરબખ્શ સિંહ તરીકે કરવામાં આવી છે.

આ પહેલા ભટિંડામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે અકાળી દળના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગોળીબારી કરી હતી, જેમાં 3 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. અને આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જાણકારી અનુસાર, અકાળી દળના કાર્યકર્તાઓએ ધમકી આપી હતી કે તે ગામમાં કોઇ પણ બીજી પાર્ટીના પોસ્ટર લગાવવા દેવામાં આવશે નહીં અને ના તો કોઇ રેલી કાઢવા દેશે. પંજાબમાં 4 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચુંટણી યોજાવનાર છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચુંટણી લડી રહી છે.

Post Comments