Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાશ્મીરમાં ૪૮ કલાકમાં બીજો હુમલો: જવાન શહીદ

- ભારતની શાંતિની વાતો વચ્ચે આતંકીઓનો બેફામ આતંક ચાલુ

- આત્મઘાતિ હુમલા માટે આવેલા બે આતંકી પણ ઠાર, જમ્મુના સૈન્ય કેમ્પ બાદ હવે સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવ

જમ્મુ કેમ્પ પરના હુમલામાં ૫૧ કલાક બાદ ઓપરેશન પૂરું
શ્રીનગર, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

કાશ્મીરમાં આતંકીઓ બેફામ હુમલા કરી રહ્યા છે. જમ્મુમાં સૈન્યના કેમ્પ પર થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થઇ ચુક્યા છે અને આ હુમલાનું ઓપરેશન પુરુ થયું તેના બીજા જ દિવસે આતંકીઓએ શ્રીનગરમાં વધુ એક હુમલો કર્યો છે. આ વખતે પણ આતંકીઓને સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવ્યો હતો. જેને પગલે એક જવાન શહીદ થઇ ગયો છે. જોકે આતંકીઓ વધુ જાનહાની સર્જે તે પહેલા જ જવાનોએ તેમને ઠાર માર્યા હતા. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક જવાન ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

શ્રીનગરના કરણનગર વિસ્તારમાં આવેલા સૈન્યના કેમ્પ પર આતંકીઓ અગાઉ જેવા જ હુમલાને અંજામ આપવા ઘુસી આવ્યા હતા. જમ્મુમાં જે રીતે વહેલી સવારે સાડા ચાર કલાકે હુમલો કર્યો હતો તે જ સમયગાળાને આતંકીઓએ આ હુમલામાં પણ પસંદ કર્યો હતો. બરાબર સાડા ચાર કલાકે બે આતંકીઓ સૈન્યના કેમ્પમાં ઘુસી આવ્યા હતા. સીઆરપીએફની ૨૩મી બટેલિયનના હેડક્વાર્ટર પર આ હુમલો કર્યો હતો. બન્ને આતંકીઓ પાસે એકે-૪૭ રાઇફલ હતી. આતંકીઓ હુમલો કરવા માટે જ આવ્યા હતા પણ સૈન્યના જવાનો તેને જોઇ જતા આતંકીઓ ભાગ્યા હતા.

દરમિયાન સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે બાદમાં ગોળીબાર થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે સામે પક્ષે બન્ને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. લશ્કરે તોયબાએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી હોવાના અહેવાલો છે. સીઆરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ રવીદીપ સહાઇએ જણાવ્યું હતું કે હેડક્વાર્ટરમાં જવાનોના પરિવારજનો આતંકીઓના નિશાના પર હતા. જેને પગલે પાંચ પરિવારને તાત્કાલીક હુમલા વાળા વિસ્તારમાંથી ખાલી કરી દેવાયા હતા.

આતંકીઓ પાસે આત્મઘાતી વિસ્ફોટક પણ હતું.  સૈન્ય દ્વારા હજુ પણ આ વિસ્તારમાં ઓપરેશન જારી છે અને તપાસ અભિયાન છેડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની શક્યતાઓ છે. ૪૮ કલાકમાં જ આતંકીઓનો આ બીજો મોટો હુમલો છે. એક તરફ આતંકી હુમલા થઇ રહ્યા છે જ્યારે બીજી તરફ પાકિસ્તાન સરહદે સતત ગોળીબાર કરી રહ્યું છે. જેને પગલે હાલ કાશ્મીરની સ્થિતિ વધુ કથળી રહી છે. સરહદની શાળાઓને પણ બંધ કરવી પડી છે. બીજી તરફ જમ્મુમાં થયેલા આતંકી હુમલામાં જે ૧૦ લોકો ઘાયલ થયા હતા તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાન તેના પાપની સજા ભોગવશે : સીતારામન
સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાના પાપની સજા ભોગવશે. તેઓએ જણાવ્યું હતું કે હવે ગમે ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય સૈન્યની સાથે ઉભુ છું, આક્રામક જવાબ આપવામાં આવશે અને આ માટે કાશ્મીર સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે. અગાઉ ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ કહ્યું હતું કે એક પણ ભારતીયનું માથુ ઝુકવા નહીં દઇએ. જોકે તેમના આ નિવેદનના બીજા જ દિવસે કાશ્મીરમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં બેઠેલો અઝહર મસુદ આ બધા હુમલા કરાવી રહ્યો છે. દરેકને આક્રામક જવાબ આપવામાં આવશે.

Post Comments