Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશના 3 રાજ્યોએ SC/ST એક્ટમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું

- છત્તીસગઢ, MP અને રાજસ્થાન સરકારે રાજ્ય પોલીસને SCના આદેશનું પાલન કરવા હુકમ કર્યો

- દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યુ

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018 મંગળવાર

SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટે કેટલાક પરિવર્તન લાવવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં આનો વિરોધ કરવામાં આવ્યો. તાજેતરમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે રાજ્ય પોલીસને SCના આદેશનું પાલન કરવા હુકમ કર્યો છે. જેના કારણે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

વિપક્ષે સતત આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યા હતા, પરંતુ PM નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતુ કે કેન્દ્ર સરકાર દલિતોની ભલાઈનું કામ કરી રહી છે, પરંતુ કેન્દ્ર અને વડાપ્રધાન મોદીના દાવાથી ઉલટુ ભાજપ શાસિત કેટલાક રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ પર કામ કરવાનું શરૂ કર્યું છે.

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે ખાસ કરીને રાજ્ય પોલીસને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ રજૂ કર્યો છે. આ રાજ્યો સિવાય હિમાચલ પ્રદેશે પણ અનૌપચારિક રીતે આ આદેશને રજૂ કર્યો છે. ઝડપથી જ ઔપચારિક આદેશ પણ જારી કરી દેવાશે.

દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે આ નિર્ણય જણાવે છે કે વડાપ્રધાન મોદીના મોઢે બાબા સાહેબનું નામ છે અને દિલમાં મનુ છે. 14 એપ્રિલે જે ઉજવણી કરવામાં આવી તે માત્ર રાજકીય હતી. તેમણે કહ્યું કે પહેલા દલિતોને લાફા માર્યા અને હવે બાબા સાહેબના વખાણ કરીને મલમ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Post Comments