Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તરાખંડની મદરેસાઓમાં હવે વૈકલ્પિક વિષયરૃપે સંસ્કૃત ભણાવાશે

- મદરેસાઓએ સરકારની સંમતિ બાદ મદરેસામાં શિક્ષણ બોર્ડની મંજૂરી માંગી

(પી.ટી.આઇ.) દહેરાદૂન, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડે (યુએમઇબી)ની લોઅર કમિટીએ મદરેસાના શિક્ષણમાં વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃતને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તે પ્રસ્તાવ ઉપલી સમિતિને સોંપાશે અને તેમની મંજૂરી બાદ તેને આગામી શૈક્ષણિક સત્રથી શિક્ષણમાં સામેલ કરી દેવાશે.

હાલ રાજ્યના મદરેસાઓમાં ગણિત, વિજ્ઞાાન, આયુષ અને સમાજવિજ્ઞાાન એક વૈકલ્પિક વિષય શિક્ષણ તરીકે ભણાવાય છે. છ સદસ્યોની બનેલી યુ.એમ.ઇ.બી.એ સંસ્કૃતને વૈકલ્પિક વિષયરૃપે સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે તે ઉપરાંત કમ્પ્યુટર સાયન્સને વૈકલ્પિક વિષયમાં સામેલ કરાયું છે તેમ સમિતિના નાયબ વડા અખલાક અહેમદે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું.

સંસ્કૃતને મદરેસના વૈકલ્પિક વિષયમાં સામેલ કરવા અંગેનો પ્રસ્તાવ ઘણા સમય પૂર્વે રજૂ કરાયો હતો. જે બોર્ડની નીચલી સમિતિમાં વિચારાધિન હતો. મદરેસા વેલ્ફેર સોસાયટી ઓફ ઉત્તરાખંડ, સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે દાખલ કરવા માટે પ્રથમ ઉત્તરાખંડ સરકારને અરજી કરીને સરકાર પાસેથી મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ મદરેસાના બોર્ડમાં મંજૂરી માટે પ્રસ્તાવ રજૂ થયો હતો.

Post Comments