Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

RSS શાખામાં નિરીક્ષણ કરવા રાહુલ પ્રિયંકા ગાંધીને મોકલે: રાકેશ સિન્હા

- RSSએ પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપ્યું છે

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક રાકેશ સિન્હાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીના આરોપ પર અમે પ્રિયંકા ગાંધીને RSSના એક સેશનમાં આમંત્રિત કર્યા છે.

જેનાથી તે પોતે જોઈ શકશે કે આ મહિલાઓની સાથે કેવો વ્યવહાર થાય છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે RSSમાં મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.  

રાકેશ સિન્હાએ કહ્યું કે રાહુલએ શોર્ટસ બાબતે નિવેદન આપીને મહિલાઓનું અપમાન કર્યું છે. તે RSS વિશે કંઈ જાણતા નથી. તેમણે 90 વર્ષ જૂની સંસ્થા વિશે આટલી નાની વાત કહેતા પહેલા કોઈ અવલોકન કર્યું નથી.

રાહુલના આ નિવેદનની નિંદા કરતા સિન્હાએ આરોપ લગાવ્યો કે રાહુલે મહિલાઓનું અપમાન કર્યું છે. આ પહેલા RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે સંવાદદાતાઓએ વાતચીતમાં રાહુલ ગાંધીને પૂછ્યુ હતું કે સંઘની શાખાઓમાં મહિલાઓને જોઈ છે? તેમણે કહ્યું કે મહિલા હૉકીની રમત જોવી જોઈએ.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments