Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજય દત્તની બાયોપિક સંજૂથી આરએસએસ ખફા

- RSSના મેગિઝિનમાં ફિલ્મ અને ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની આકરી ટીકા..

- વાંચો શું દલીલ છે આરએસએસની

નવી દિલ્હી, તા. 12. જુલાઈ, 2018 ગુરુવાર

સંજય દત્તની બાયોપિક સંજૂ ભલે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી હોય પણ તેના ટીકાકારોની પણ કમી નથી.

ફિલ્મને વખોડનારાઓની હરોળમાં હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનુ પણ નામ જોડાયુ છે.

આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં પ્રકાશિત થયેલા લેખમાં ફિલ્મની ભરપૂર ટીકા કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યુ છે કે બોલીવૂડ માફિયા તેમજ અંડરવર્લ્ડની વાહ..વાહ કરતી ફિલ્મો કેમ બનાવી રહ્યુ છે.

સંજૂ ફિલ્મ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો ઈરાદો શું સંજય દત્તની ઈમેજમાં ચાર ચાંદ લગાડવાનો છે કે પછી બોક્સ ઓફિસ પર પૈસા ભેગા કરવાનો?કે પછી સંજય દત્તની જિંદગીમાંથી યુવાઓને ઘણુ બધુ શીખવાનુ મળશે તેવુ રાજકુમાર હિરાનીને લાગે છે?આ એજ સંજય દત્ત છે જેને 1993ના બોમ્બ ધડાકા માટે જેલની સજા પણ થઈ હતી.

પાંચજન્યના લેખમાં સવાલ પણ ઉઠાવાયા છે કે શું આ ફિલ્મ કોઈના ખરડાયેલા ચારિત્ર્યને ઉજળુ બતાવવા માટે કરોડો ખર્ચીને કરવામાં આવેલી કવાયત છે?સંજૂબાબાના કેટલાય દુર્ગુણોને આ ફિલ્મમાં કાં તો સંતાડવામાં આવ્યા છે અથવા તો તેનો ઉપરછલ્લો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ એજ રાજકુમાર હિરાની છે જેમણે હિંદુ વિરોધી પીકે ફિલ્મ બનાવી હતી.

રાજકુમાર હિરાની યુવાઓ માટે એક નવો રોલ મોડેલ પ્રસ્તુત કરવા માંગે છે.સંજય દત્તે પોતાના જીવનમાં એવુ કયુ અસાધારણ કામ કર્યુ છે કે જેના માટે બોલીવૂડ બાયોપિક બનાવી રહ્યુ છે.

લેખમાં કહેવામાં આવ્યુ છે કે અંડવર્લ્ડ પર બોલીવૂડે પહેલી ફિલ્મ નથી બનાવી. દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન, અરુણ ગવલી, અબ્દુલ લતીફ પર પણ ફિલ્મો બની છે. સોશિયલ મીડિયા પર સવાલો પૂછાઈ રહ્યા છેકે આ ફિ્લ્મો બનાવવા માટે શું ગલ્ફના દેશોમાંથી પૈસા આવી રહ્યા છે.

Post Comments