Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘુસણખોરી રોકવા સરહદી રાજ્યોને તાકીદ

- પ. બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપૂરા અને મિઝોરમની સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે

(પી.ટી.આઇ.) કોલકાતા, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથે સરહદી રીતે જોડાયેલા પાંચ પૂર્વના રાજ્યોને રોહિંગ્યા મુસ્લિમો દેશમાં ઘુસણખોરી ન કરે તે માટે સતર્ક રહેવા તાકીદ કરી છે. પ. બંગાળ, આસામ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપૂરાના મુખ્યપ્રધાનો અને ગૃહપ્રધાનોની અત્રે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, અરાજકતાનો ભોગ બનેલા રાજ્યોમાંથી નિરાશ્રિતરૃપે આવતા લોકોના પ્રવાહને ખાવા બહુ ટૂંકમાં એક 'બોર્ડર પ્રોટક્શન ગ્રીડ'ની રચના કરાશે.

તેમણે ઉમેર્યું હતું કે, રોહિંગ્યાની ઘુસણખોરી અંગે રાજ્ય સરકારોએ ખાસ સાવચેતી રાખવી જરૃરી છે તેમ તેઓએ મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં થઈને ભારતમાં ઘૂસતા રોહિંગ્યા સંદર્ભે તાકીદ કરી હતી. તેમણે ઉમેર્યું આ પ્રકારે ઘૂસણખોરી કરતા નિરાશ્રિતો, આતંકીઓ સાથે સંકળાવાની પૂરેપૂરી શક્યતા છે. તે સંજોગોમાં રાષ્ટ્રની આંતરિક સુરક્ષા સામે પણ જોખમ ઉભું થવાની શક્યતા છે.

આવા રૃઢિવાદી તત્ત્વોને રાજ્ય અને કેન્દ્રના સહયોગથી જ રોકી શકાય તેવી રજૂઆત કરતા તેમણે ઉમેર્યું હતું કે ભારત- બાંગ્લાદેશ સરહદ પ્રથમથી બહુ ઓછા રક્ષણવાળી રહી છે. પરિણામે તે ભારત માટે સૌથી ચિંતાજનક બાબત બની રહી છે. સરકારી અંદાજ અનુસાર હાલ દેશના વિવિધ ભાગોમાં ૩૬,૦૦૦ રોહિંગ્યાઓ વસી રહ્યા છે. ભારતની કુલ ૩૯૫૮ કિ.મી. સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. જેમાં ૨૨૧૭ પ. બંગાળ, ૨૬૨ કિ.મી. આસામ, ૪૪૩ કિ.મી. મેઘાલય, ૮૫૬ ત્રિપુરા અને ૧૮૦ કિ.મી. મિઝોરમ સાથે જોડાયેલી છે.

Post Comments