Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિટેલ મોંઘવારી બુલેટ ગતિએ વધીને 3.36 ટકા, પાંચ માસની સર્વોચ્ચ સપાટીએ

- માસ-મચ્છી તેમજ તેલ વગેરેમાં મોંઘવારી દર ઘટયો

- ફળ અને શાકભાજીમાં મોંઘવારી દર 5.29 ટકાથી વધીને 6.16 ટકા, ગરીબ અને મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં સતત વધા

ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ આંક જૂન 2016માં 4.5 ટકા હતો તે હાલ ઘટીને 1.2 ટકાએ પહોંચી ગયો
નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

નરેન્દ્ર મોદીએ લોકસભાના ચૂંટણી પ્રચારમાં દાવો કર્યો હતો કે સત્તા પર આવ્યા બાદ મોંઘવારી ઘટશે. જોકે હાલ ઉલટુ થઇ રહ્યું છે. પ્રાપ્ત જારી આંકડા અનુસાર મોંઘવારીમાં એક ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ માસમાં આ વધારો નોંધાયો હતો. અગાઉ રિટેલ મોંઘવારી 2.36 ટકા હતી તે એક જ માસમાં એક ટકા વધીને 3.36 ટકા સુધી પહોંચી ગઇ છે. હાલની વર્તમાન મોંઘવારી છેલ્લા પાંચ મહિનામાં સર્વોચ્ચ સપાટી પર છે. ખાધ્ય સામગ્રીઓ અને વસ્તુઓના ભાવમાં વધારો થવાને પગલે મોંઘવારીમાં વધારો નોંધાયો છે.

કુલ ખાધ્ય મોંઘવારીમાં પણ વધારો થયો છે. હાલ ખાધ્ય મોંઘવારી 1.52 ટકાએ પહોંચી ગઇ છે. દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાઇ રહેલા ખાધ્ય પદાર્થો જેમ કે ફળો, શાકભાજી વગેરે દિવસેને દિવસે મોંઘા થઇ રહ્યા છે. ફળ અને શાકભાજીની મોંઘવારીના દર 5.29 ટકાથી વધીને 6.16 ટકા થઇ ગયા છે. જે જુલાઇમાં 2.83 ટકા અને શૂન્યથી 3.57 ટકા નીચે નોંધાઇ હતી.

એવી જ રીતે ભોજન, મિઠાઇની શ્રેણીમાં મોંઘવારી દર ઓગસ્ટમાં વધીને 1.96 ટકા થઇ ગયા. જે જુલાઇમાં 0.43 ટકા હતા. તેવી જ રીતે ટ્રાન્સપોર્ટ અને કોમ્પ્યુનિકેશન ક્ષેત્રે પણ મોંઘવારી વધી છે, આ ક્ષેત્રોમાં મોંઘવારી જુલાઇ માસમાં 1.76 ટકા હતી તે હવે 3.71 ટકા થઇ ગઇ છે. જોકે અન્ય કેટલીક વસ્તુઓ જેમ કે માસ-મચ્છી, તેલ-ફેટ, ધાન વગેરે ક્ષેત્રમાં કોઇ વધારો નથી થયો પણ ઘટાડો થયો છે. આ વસ્તુઓ સસ્તી થતા મોંઘવારી 3.87 ટકા, 2.94 ટકા અને 1.03 ટકા પર નોંધાઇ હતી. એટલે કે મોદી સરકારના રાજમાં માસ સસ્તુ થયુ છે જ્યારે શાકભાજી અને અન્ય પદાર્થો મોંઘા થયા છે.

બીજી તરફ ઔધ્યોગિક ઉત્પાદનમાં જુલાઇમાં વધારો નોંધાયો છે. જે 1.2 ટકા રહ્યો છે. જૂનમાં આ ટકાવારી 0.16 ટકા હતો. જોકે વાર્ષિક હિસાબે ગણતરીકે કરીએ તો આ ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે જેમ કે જુલાઇ 2016માં ઓધ્યોગિક ઉત્પાદન 4.5 ટકા હતો તે જુલાઇ 2017માં ઘટીને તળીએ 1.2 ટકા સુધી પહોંચી ગયો છે.

Post Comments