Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં 4500થી વધુ ડોક્ટરો હડતાલ ઉપરઃ 17 સરકારી હોસ્પિટલો બેહાલ

- દર્દીઓની સ્થિતિ કફોડી, એક ડો.ને દર્દીના સગાઓએ માર મારતા પડી હડતાલ

- ડો. એક સાથે હડતાલ ઉપર ન ઉતરી શકે એવા કોર્ટના આદેશ સામે ડો.ની સામૂહિક રજા


મુંબઈ, તા. 21 માર્ચ 2017, મંગળવાર

મહારાષ્ટ્રના 4500 જેટલા રેસિડેન્સિયલ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જતા ભારે હાલાકી પડી રહી છે. 17 જેટલી સરકારી હોસ્પિટલો ઉપર આને કારણે દર્દીઓની સ્થિતિ વધુને વધુ ગંભીર થઈ રહી છે.

એક દર્દીના પરિવારે ડોક્ટરને માર મારતા રેસડેન્સિયલ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં રવિવારે સાંજે સરકારી દવાખાનામાં એક દર્દીની સારવારમાં વાર થતા તેના પરિવારે ડોક્ટરની ધોલાઈ કરી હતી. આ હરકત હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આ ફુટેજને આધારે 9 જણાની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે તુલ પકડી હતી અને આ ડોક્ટરને સપોર્ટ કરવા માટે અન્ય ડોક્ટરો પણ સામે આવ્યા હતા છે અને હડતાલ ઉપર ઉતર્યા છે.

બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર ડોક્ટરો હડતાળ ઉપર ન જઈ શકે ત્યારે આ તમામ ડોક્ટરો એક સાથે રજા ઉપર ઉતરી ગયા છે. અને વિરોધ કરી પોતાની સુરક્ષાની માંગણી કરી રહ્યા છે.

Post Comments