Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવા નવેમ્બરમાં ચર્ચા થશે : જેટલી

- હાર્વડ યુનિ.માં નાણા પ્રધાનનું ભાષણ

- સૌથી વધુ ટેક્સ ચોરી અને રોકડ વ્યવહારો આ ક્ષેત્રમાં જ થાય છે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવા નવેમ્બરમાં ચર્ચા કરવામાં આવશે તેમ નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે જણાવ્યું હતું. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે આ જ સેક્ટરમાં સૌથી વધુ ટેક્સ ચોરી અને રોકડ વ્યવહારો થાય છે.

અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વડ યુનિવર્સિટીમાં પોતાના ભાષણ દરમિયાન જેટલીએ જણાવ્યું હતું કે ૯ નવેમ્બરે ગુવાહાટીમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ એસ્ટેટને જીએસટીના દાયરામાં લાવવા માટે ચર્ચા કરાશે.

જેટલીએ જણાવ્યું હતું ક કેટલાક રાજ્યો રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવાની માગ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલી જુલાઇથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) અમલમાં મૂકવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવાથી મકાન કે ફલેટ ખરીદનારને પણ ફાયદો થશે અને તેમને ફક્ત એક જ વખત ટેક્સ ચૂકવવો પડશે.

Post Comments