Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યાયપાલિકા માટે આજે કાળો દિવસ, હવે કોઇ પણ વ્યક્તિ કોર્ટના નિર્ણય પર શંકા કરશે : નિકમ

- દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજએ મીડિયા સામે પોતાની ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
દેશના ઇતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના 4 સિટિંગ જજ ન્યાયપાલિકાની ખામીઓની ફરિયાદ લઇને મીડિયા સામે આવ્યા અને પોતાની ફરિયાદ ગણાવી. જજની પ્રેસ કૉન્ફરન્સ બાદ આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઇ ગયો છે. વરિષ્ઠ વકીલ આ ન્યાયપાલિકા અને લોકતંત્ર માટે મોટુ જોખમ બતાવી રહ્યા છે. 
 
આ મામલે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે સૌથી કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ દિવસને ન્યાયપાલિકા માટે કાળો દિવસ હોવાનું જણાવ્યું છે. નિકમે કહ્યુ કે જજએ પોતાની ફરિયાદો રજૂ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ ઉપરાંત કોઇ બીજો રસ્તો અપનાવવો જોઇતો હતો. તેમણે કહ્યુ કે હવે આ પગલું લીધા બાદ દેશનો સામાન્ય માણસ કોર્ટના દરેક નિર્ણય પર સવાલ ઉભા કરી શકે છે. 
 
નિકમે કહ્યુ કે હવે કોઇ પણ વ્યક્તિ ન્યાયપાલિકાના દરેક આદેશ પર શંકા કરી શકે છે અને દરેક નિર્ણય પર સવાલ ઉઠાવી શકે છે. 
 
જજની પ્રેસ કૉન્ફરન્સ પર બોલતા વરિષ્ઠ વકીલ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે જજે ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે આ ચારેય જજ ખૂબ જ પ્રામાણિક છે અને તેમના સિદ્ધાંતો પર સવાલ ઉઠાવી શકાય નહીં. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલામાં દખલ દેવાની માંગણી કરી છે. 
 
ભૂતપૂર્વ કાયદા મંત્રી અને વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે જજની પ્રેસ કૉન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ ઘણુ દુખદ અને દર્દનાક છે. તેમણે કહ્યુ કે દેશની સર્વોચ્ચ અદાલતનો આ હાલ થઇ ગયો છે કે ત્યાંના જજને મીડિયા સામે આવીને પોતાની વાત કહેવી પડી રહી છે. 
 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આ મામલે કહ્યુ કે આ ખૂબ જ ગંભીર મામલો છે જેનાથી ચીફ જસ્ટિસ સવાલ ઉભા કરી દીધા છે. તેમણે કહ્યુ કે સીજેઆઇ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેના વિરુદ્ધ અવાજ બુલંદ કરવી તે અભૂતપૂર્વ પગલું છે. 
 
વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ આ પ્રેસ કૉન્ફરન્સને ખૂબ જ ચોંકવનારી ઘટના છે. તેમણે કહ્યુ કે ચોક્કસ કોઇ મોટુ કારણ રહ્યુ હશે ત્યારે જ વરિષ્ઠ જજે આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ જજના ચહેરા પર તે દર્દ જોઇ શકાતુ હતુ. 

Post Comments