Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહર મે હર કોઇ પરેશાન હૈ, સાહબ જાનકર ભી અંજાન ક્યૂં હૈ?: પ્રદૂષણ મામલે રાહુલનો કટાક્ષ

- ગમન ફિલ્મની શહરયારની ગઝલ ટાંકીને મોદીને ટોણો

- દિલ્હીમાં ભયજનક સપાટીએ પહોંચેલા પ્રદુષણને લઇને મોદી સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો કોંગ્રેસનો આર

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

રાહુલ ગાંધીએ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લીધા હતા. તેઓએ એક ફિલ્મની લાઇનોને ટ્વિટર પર શેર કરીને મોદીની કામગીરીની ટીકા કરી હતી. ગમન ફિલ્મ માટે લખાયેલી શહરયારની ગઝલને યાદ કરીને તેઓએ ટોણો મારીને દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવા કહ્યું હતું.

તેઓએ પોતાના ટ્વીટરમાં આમ આદમીને પ્રદુષણને કારણે પડી રહેલી મુશ્કેલીને પણ આવરી લીધી હતી. રાહુલે હિંદીમાં લખ્યું હતું કે સીને મે જલન, આંખો મે તુફાન સા ક્યો હૈ, ઇસ શહર મે હર શખ્સ પરેશાન સા ક્યો હૈ. ક્યા બતાએંગે સાહબ (મોદી) સબ જાનકર અંજાન ક્યૂં હૈ?

રાહુલ ગાંધીએ આ શબ્દો ગમન ફિલ્મમાં લેવાયેલી ગઝલમાંથી લીધા હતા. આ પહેલા પણ રાહુલ ગાંધી ગઝલ દ્વારા મોદી પર ટોણો મારી ચુક્યા છે. નોંધનીય છે કે દિલ્હીમાં પ્રદુષણે ભયજનક સપાટી વટાવી છે. અહીં લોકો માટે હવે શ્વાસ લેવું મુશ્કેલ પડી ગયું છે.

બિમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમ છતા કેન્દ્ર સરકાર દ્વારા જોઇએ તેટલા સચોટ પગલા લેવામાં નથી આવી રહ્યા છે. જેને પગલે રાહુલ ગાંધીએ આ ટોણો માર્યો હતો. રાહુલે ટોણો મારતા કહ્યું હતું કે કેન્દ્રની સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે દિલ્હીમાં હાલત કફોડી છે તેમ છતા તેઓ ચુપ છે અને કોઇ જ પગલા નથી લઈ રહ્યા.

હાલ દિલ્હીમાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અને દિલ્હીની સરકાર બન્ને આમને સામને પણ આવી ગયા છે. સરકારે ઓડ ઇવન યોજના દ્વારા પ્રદુષણ અટકાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યોજનામાંથી મહિલાઓ અને ટુવ્હિલર વાહનોને છુટ આપવામાં આવી હતી. જેને ગ્રીન ટ્રિબ્યૂનલે ફગાવી દીધી હતી. અને મહિલાઓ અને ટુવ્હિલરને પણ સામેલ કરવા કહ્યું હતું જે પછી સરકારે યોજનાને જ પડતી મુકી દીધી છે.

Post Comments