Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ રાહુલની પહેલી ઇફ્તાર પાર્ટી

- રાહુલની ઇફ્તાર પાર્ટીમાં વિપક્ષને એક કરવાનો પ્રયાસ

- ઇફ્તાર પાર્ટીમાં રાહુલે મોદીના વીડિયો અંગે રમૂજ કરી કહ્યું વિચિત્ર પ્રકારનો વીડિયો

- પ્રણવ મુખરજી, પ્રતિભા પાટીલ પણ જોડાયા

- રશિયાના રાજદૂત નિકોલાય, જદયુ નેતા શરદ યાદવ, એનસીપીના દિનેશ ત્રિવેદી, ડીએમકે સાંસદ કનિમોજી, સીતારામ યેચુરી પણ આવ્યા  

નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

કોંગ્રેસ, ભાજપ સહીતના મોટા ભાગના રાજકીય પક્ષોએ બુધવારે ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કર્યું હતું. કોંગ્રેસની ઇફ્તાર પાર્ટી પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ આપી હતી અને તેનું આયોજન દિલ્હીના તાજ હોટેલમાં કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ  મુખરજી, પ્રતિભા પાટીલ, મનમોહનસિંહ, ચિદમ્બરમ, અહેમદ પટેલ સહીતના કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

 કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની આ પહેલી ઇફ્તાર પાર્ટી હતી. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ ઇફ્તાર પાર્ટીથી વિપક્ષોને એક કરવામાં પણ મદદ મળશે કેમ કે કોંગ્રેસની આ પાર્ટીમાં અન્ય વિપક્ષોને પણ આમંત્રીત કરાયા હતા અને મોટા ભાગના વિપક્ષો જોડાયા હતા. કોંગ્રેસ પ્રમુખ પદે હતા ત્યારે સોનિયા ગાંધીએ પણ આવી એક પાર્ટીનું આયોજન ૨૦૧૫માં કર્યું હતું.

રાહુલની ઇફ્તાર પાર્ટીમાં રશિયાના રાજદુત નિકોલાય આર કુદાશેવ પણ પહોંચ્યા હતા. જદયુના નેતા શરદ યાદવ, એનસીપીના નેતા દિનેશ ત્રિવેદી, ડીએમકે સાંસદ કનિમોજી, ડાબેરી પક્ષના મહાસચીવ સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ સહીતના મોટા ભાગના કોંગ્રેસની નેતાઓ પણ જોડાયા હતા.

દરમિયાન આ ઇફ્તાર પાર્ટીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફિટનેસ વીડિયો વિવાદની પણ વાત કરી હતી. રાહુલે તેમની આસપાસ બેઠેલા અન્ય નેતાઓને પૂછ્યું કે શું તમે લોકોએ મોદીના નવા ફિટનેસ વીડિયોને જોયો છે? બાદમાં રાહુલ સહીત અન્ય નેતાઓ હસવા લાગ્યા હતા. બાદમાં રાહુલે કહ્યું હતું કે વીડિયો બહુ જ વિચિત્ર પ્રકારનો છે.

આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેજસ્વીની આ ઇફ્તાર પાર્ટીમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા પણ પહોંચ્યા હતા અને સાથે મળીને ભોજન લીધુ હતું.

દરમિયાન શત્રુઘ્નસિંહાએ કહ્યું હતું કે પરિસ્થિતિ કઇ પણ હોય હું આગામી લોકસભાની ચૂંટણી પટનાથી જ લડીશ. તેઓએ કહ્યું કે કોંગ્રેસ કે આરજેડી પણ હું લડીશ તો પટના સાહેબથી જ. બીજી તરફ ભાજપે

પણ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મુસ્લિમ મહિલાઓ માટે આ ઇફ્તાર પાર્ટીનુ આયોજન કર્યું હતું.

Post Comments