Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લેક્ચર દરમિયાન રાહુલ ગાંધીએ કરી ભૂલ, ટ્વિટર પર લોકોએ લીધો ક્લાસ

- કોંગ્રેસ ઉપાધ્યક્ષે લેક્ચરમાં જવાબ આપતા ભૂલ કરી તો સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગ્યા

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર 
 
મંગળવારે સવારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કેલિફોર્નિયા યૂનિવર્સિટી બર્કલેમાં લેક્ચર આપ્યું હતું. પોતાના લેક્ચર દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર મન મુકીને વરસી પડ્યા હતા. પરંતુ લેક્ચર બાદ રાહુલ ગાંધી સવાલ-જવાબ દરમિયાન કંઇક એવા શબ્દ બોલી ગયા કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ટ્રોલ થવા લાગ્યા. 
 
એક સવાલના જવાબમાં તેમણે લોકસભાની બેઠકો 545ની જગ્યાએ ભૂલથી 546 બોલી બેઠા અને બધાનું ધ્યાન તેમની ભૂલ તરફ ગયું. આ પ્રથમવાર નથી બન્યુ કે જ્યારે રાહુલ ગાંધીને સંબોધન દરમિયાન કોઇ ચૂક થઇ હોય અને તેમનો મજાક બન્યો હોય. આ પહેલાં પણ રાહુલ આ પ્રકારની ભૂલ કરી ચૂક્યા છે. 
 
જો કે, રાહુલ ગાંધી દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા ખોટી જણાવવાને કારણે સોશિયલ મીડિયા પર તેમનો મજાક બનવાનું શરૂ થઇ ગયું. રાહુલની ભૂલના લીધે ટ્વિટર પર પણ ચર્ચા થવા લાગી. લોકોએ રાહુલ ગાંધીને લઇને રસપ્રદ વાતો લખી.   
 
આ પહેલા રાહુલ ગાંધીના લેક્ચર દરમિયાન હોબાળો મચ્યો હતો. એક મહિલાએ રાહુલને તેમની પસંદથી વિપરિત સવાલ પૂછ્યો તો તેમને ચૂપ કરાવી દેવામાં આવ્યા હતા. મહિલાને અટકાવવા પર તે રોષે ભરાઇ અને કહ્યું, 'આ કેવું ભાષણ છે, જ્યાં તમને કયા પ્રર્શ્નો પૂછવા જોઇએ તેના પર પણ વક્તાનું નિયંત્રણ હોય?'
 
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી બે અઠવાડિયાથી અમેરિકા મુલાકાતે છે, જ્યાં તેઓ વૈશ્વિક વિચારકો, રાજનેતાઓ અને એનઆરઆઇની સાથે વાતચીત કરશે.

Post Comments