Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધીએ ભારતની તુલના કરી પાકિસ્તાન સાથે

- ભાજપના સાંસદો પણ મને મળે છે ત્યારે કહે છે કે અમને વડાપ્રધાનની બીક લાગે છે

- દેશની સંસ્થાઓ પર આરએસએસના માણસોનુ વર્ચસ્વ સ્થપાઈ રહ્યુ છે

રાયપુર, તા.17.મે 2018 શનિવાર

કર્ણાટકની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભજવાઈ રહેલા પોલિટિકલ ડ્રામા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતની સરખામણી પાકિસ્તાન સાથે કરી નાંખી છે.

પંચાયત સ્તરના પ્રતિનિધિઓના સંમેલનને સંબોધવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીઓને લઈને ભાજપ પર હુમલો કરતા કહ્યું હતું કે કર્ણાટકમાં સંવિધાનની હત્યા કરાઈ રહી છે.

આરએસએસના લોકો દેશની વિવિધ સંસ્થાઓ પર કબ્જો જમાવી રહ્યા છે.આવુ પાકિસ્તાનમાં થાય છે અથવા તો તાનાશાહીમાં થાય છે.

કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટેના 4 જજોને પ્રેસ કોન્ફન્સ કરીને કહેવુ પડે છે કે અણને દબાવવામાં આવી રહ્યા છે, અમને દેશના લોકોની જરૂર છે.આવુ કદાચ પહેલી વખત કોઈ લોકશાહી દેશમાં થયુ છે.

આવા દ્રશ્યો ડિક્ટેટરશિપ હેઠલના દેશમાં જોવા મળતા હોય છે.પાકિસ્તાન અને આફ્રિકામાં આવુ જોવા મળી શકે છે પણ હિન્દુસ્તાનના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આવુ થયુ છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જસ્ટીસ લોયા મર્ડર કેસ પણ તાનાશાહીનુ ઉદાહરણ છે. હત્યાના કેસના આરોપી અમિત શાહ ભાજપના પ્રમુખ છે.ભાજપના સાંસદો મને મળે છે ત્યારે કહે છે કે અમે વડાપ્રધાનથી ડરીએ છે. મહારાષ્ટ્રના એક સાંસદે ખેડૂતોની વાત કરી તો તેમને આઉટ કરી દેવામાં આવ્યા.

ભાજપના લોકો દેશભરમાં ડર ફેલાવવાનો ધંધો કરી રહ્યા છે.એક તરફ કિસાનો આત્મહત્યા કરે છે અને મોદી સરકારના નાણામંત્રી કહે છે કે ખેડૂતોનુ દેવુ માફ કરવુ સરકારની નીતિ નથી. બીજી તરફ એક વર્ષની અંદર 15 સૌથી અમીર લોકોનુ અઢી લાખ કરોડનુ દેવુ આ સરકારમાં માફ થઈ જાય છે.

Post Comments